બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Curry Leaves Remedies For Hair Fall

ઉપાયો / મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ, થોડા દિવસમાં વાળ ખરવાના થઇ જશે બંધ

Juhi

Last Updated: 02:47 PM, 21 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીને કારણે વાળ ખરવાની સમસ્યાથી સામાન્ય રીતે તમામ લોકો પરેશાન થઇ જતા હોય છે. જો આ સમસ્યાને અવગણવા કરવામાં આવે તો ક્યારેક વાળ પાંખા થઇ જાય છે અને ટાલ પણ પડી જાય છે. આ માટો મોટાભાગે લોકો મોંઘા મોંઘા સ્પા અને હેર ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ આજે અમે તમને ઘરેલૂ ઉપચાર બતાવીશું જેની મદદથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો....

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે વાનગીમાં સ્વાદ વધારતા મીઠા લીમડો તમારા હેર ગ્રોથ માટે મદદરૂપ થાય છે?  મીઠો લીમડામાં વાળ ખરતા અટકાવવાની તાકાત છે. આ વાળની સમસ્યા દૂર કરવા માટેનો આ ઘરેલૂ ઉપાય છે.

- તમારા વાળ માટે કોપરેલનું તેલ ઘણુ ફાયદાકારક છે. તમે કોપરેલના તેલમાં મીઠા લીમડો નાખીને એક હેર ટોનિક બનાવી શકો છો. કોપરેલ લઇ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરો, બંનેને ગરમ કરી અને પાનમાંથી જ્યાં સુધી કાળો પદાર્થ નીકળે ત્યાં સુધી ગરમ કરો. ઠડું કર્યા પછી એક કન્ટેનરમાં ભરી દો. વાળમાં આ તેલથી મસાજ કરો. થોડા કલાક રહીને ધોઇ લો. 

- વાળના સારા ગ્રોથ માટે એક સાદું મિશ્રણ તૈયાર કરો, આમળા અને મેથી બંને વાળ માટે સારા છે. તમે મીઠા લીમડો ઉમેરીને હેર માસ્ક બનાવી શકો છો જે હેર ગ્રોથ વધારશે. બે ચમચી મેથીના દાણા લઇને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરો. 10-15 લીમડાના પાન, મેથીનો પાવડર અને 2 ચમચી આમળા પાવડર લો. આ ત્રણેયને પીસીને પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવીને 30 મિનિટ રાખો. પછી વાળ ધોઇ લો.

- તાજા મીઠા લીમડાના પાનને ક્રશ કરીને દહીમાં ઉમેરીને વાળ પર લાગવો, થોડી વખત રહેવા દો અને પછી ધોઇ લો.

- જો તમારા વાળને રફ થઇ ગયા હોય તો મીઠો લીમડો કારગર છે. 2 કપ પાણીમાં 10-15 મીઠા લીમડાના પાન નાંખો અને ઉકાળો. શેમ્પૂથી વાળ ધોયા પછી આ પાણીથી વાળને ફરી ધૂઓ. આ ઉપાયથી વાળ સિલ્કી અને સોફ્ટ થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Curry Leaves Hair Tips Remedies beauty lifestyle Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ