બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Crisis on one more match of Pakistan in the World Cup

સ્પોર્ટસ / વર્લ્ડકપમાં પાકિસ્તાનની વધુ એક મેચ પર સંકટ, અમદાવાદ બાદ હવે આ શહેર દ્વારા તારીખ બદલવા માંગ, જાણો કારણ

Priyakant

Last Updated: 10:24 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC World Cup News: અહેવાલો અનુસાર CAB એ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ વિશે ICCને જાણ કરી

  • ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વધુ એક મેચ મુશ્કેલીમાં
  • બીજી મેચ ફરીથી શેડ્યૂલ કરવા માંગે છે CAB 
  • CABએ સુરક્ષા એજન્સીઓની ચિંતાઓ વિશે ICCને જાણ કરી 

ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વધુ એક મેચ મુશ્કેલીમાં છે. ભારત સામેની તેમની મેચ પહેલાથી જ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. અને હવે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) બીજી મેચ ફરીથી શેડ્યૂલ કરવા માંગે છે. અહેવાલો અનુસાર CAB એ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ વિશે ICCને જાણ કરી છે.

પાકિસ્તાનની આ મેચ 12 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે થવાની હતી. પરંતુ આ દિવસે કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે અને આ તહેવાર માટે બંગાળમાં સુરક્ષા વ્યવસ્થામાં ઘણા પોલીસકર્મીઓની જરૂર છે. આ બંગાળનો બીજો સૌથી મોટો તહેવાર છે. અહેવાલો અનુસાર હજારો સ્થાનિક ક્લબ આ પ્રસંગે ઘણા કાર્યક્રમોનું આયોજન કરશે.

આઈસીસીની છ સભ્યોની ટીમે લીધી મુલાકાત 

આઈસીસીની છ સભ્યોની ટીમે શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડનની મુલાકાત લીધી હતી. આ ટીમ તૈયારીઓનું નિરીક્ષણ કરવા આવી હતી. આ મેદાન પર કુલ પાંચ મેચો રમાવાની છે. જેમાં 16 નવેમ્બરે ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલ તેમજ 5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચનો સમાવેશ થાય છે.

કોલકાતા પોલીસે મેચ માટે સુરક્ષા પૂરી પાડવા અંગે ચિંતા

આ મામલે ICC અને BCCIની ટીમ સાથેની બેઠકમાં સામેલ એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, કોલકાતા પોલીસે દિવાળી પર યોજાનારી મેચ માટે સુરક્ષા પૂરી પાડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમે ICC અને BCCIને આ મેચ ફરીથી શેડ્યૂલ કરવા કહ્યું છે. જો આમ નહીં થાય તો અમે આ અંગે મુખ્યમંત્રીને જાણ કરીશું.

જણાવી દઈએ કે, અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલાઈ ગઈ છે. પહેલા આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી પરંતુ હવે તે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ નવરાત્રીના પહેલા દિવસે યોજાઈ રહી હતી અને તેથી જ સુરક્ષાના કારણોસર આ મેચ એક દિવસ પહેલા શિફ્ટ કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનની શ્રીલંકા સામે 12 ઓક્ટોબરે રમાનારી મેચ હવે થોડા દિવસો પહેલા રમાશે.

જે રીતે મેચો સતત રીશેડ્યુલ કરવામાં આવી રહી છે, તેનાથી બીસીસીઆઈ પર એક મોટો પ્રશ્ન ઉભો થતો જોવા મળી રહ્યો છે. શું એ શક્ય છે કેm બીસીસીઆઈએ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અથવા રાજ્ય બોર્ડની સલાહ લીધા વિના સમગ્ર કાર્યક્રમ તૈયાર કર્યો હોય. જો આમ થશે તો સંકટ વધી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ