બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Crime branch seized MD drugs worth 22.29 lakhs from Vatwa

કાર્યવાહી / બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો અમદાવાદમાં ફૂટી નીકળ્યા, લાખો રૂ.ના MD ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચે એકને દબોચ્યો

Priyakant

Last Updated: 03:15 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વટવાનો પેડલર ત્રણ મહિનાથી MD ડ્રગ્સનો જથ્થો લઈ ફરી રહ્યો હતો, પેડલરે લાખો રૂપિયાનું ડ્રગ્સ નશેડીઓને વેચી દીધું હોવાની આશંકા

  • અમદાવાદમાં નશા પર પોલીસનો પ્રહાર 
  • ક્રાઈમ બ્રાંચે વટવાથી 22.29 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું 
  • વટવાનો પેડલર ત્રણ મહિનાથી MD ડ્રગ્સનો જથ્થો લઈ ફરી રહ્યો હતો
  • પેડલરે લાખો રૂપિયાનું ડ્રગ્સ નશેડીઓને વેચી દીધું હોવાની આશંકા

અમદાવાદમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે ‌બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફૂટી નીકળ્યા છે. જેમ જેમ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ વેચતા પેડલર્સની ધરપકડ કરે છે તેમ તેમ નવા નવા પેડલર્સ ડ્રગ્સ વેચવા માટે તૈયાર થઇ જાય છે. ગઇકાલે ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને પેડલર ફરી રહ્યો હોવાની બાતમી સરખેજના એક યુવકે આપી હતી. સરખેજના યુવકની ધરપકડ બાદ ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને લાગી રહી છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એચ. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, વટવાના બીબી તળાવ પાસે મહફૂઝ ઉર્ફે મુન્ના અબ્દુલ મા‌જિદ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ વટવા ખાતે પહોંચી ગઇ હતી અને અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં વોચમાં હતી. આ દરમિયાન એક શંકાસ્પદ યુવક ચાલતાં ચાલતાં ત્યાંથી પસાર થયો હતો. બાતમીદારે ક્રાઇમ બ્રાંચને ઇશારો કરતાં શંકાસ્પદ યુવકને કોર્ડન કરી લીધો હતો અને તેનું નામઠામ પૂછ્યું હતું. 

Ahmedabad MD Drudges 

પોલીસ તપાસમાં મળ્યું ડ્રગ્સ 
આ તરફ પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં યુવકનું નામ મહફૂઝ ઉર્ફે મુન્નાઅને તે વટવાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે મહફૂઝની અંગજડતી કરતાં તેની પાસેથી વ્હાઇટ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી, જેથી એફએસએલની ટીમ તાત્કા‌લિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ચીકણા પદાર્થનું પરીક્ષણ કર્યું હતું. ચીકણો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપતાં ક્રાઇમ બ્રાંચે તરત જ મહફૂઝની ધરપકડ કરી લીધી હતી. મહફૂઝ પાસેથી 222.94 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત 22.29 લાખ રૂપિયા થાય છે. 

Ahmedabad MD Drudges 

પૂછપરછમાં આરોપીએ શું કહ્યું ? 
મહફૂઝને ક્રાઇમ બ્રાંચની કચેરીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ થઇ હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે, એમડી ડ્રગ્સનો જથ્થો તે તેના મિત્ર ફિરોઝખાન અયુબખાન પઠાણ પાસેથી લાવ્યો છે. ફિરોઝખાન પઠાણ સરખેજમાં રહે છે અને ગેરકાનૂની કામ કરવા માટે ટેવાયેલો છે. ત્રણ મહિના પહેલાં મહફૂઝ એમડી ડ્રગ્સનો જથ્થો ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે મહફૂઝ અને ફિરોઝખાન પઠાણ વિરુદ્ધ નાર્કો‌ટિક્સનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ફિરોઝની ધરપકડ બાદ ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થશે
ક્રાઇમ બ્રાંચની ટીમે ફિરોઝખાન પઠાણની ધરપકડ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મહફૂઝ પાસે જો 22.29 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તો પછી ફિરોઝખાન પાસે તેના કરતાં વધુ ડ્રગ્સનો જથ્થો હોઇ શકે છે. ફિરોઝખાન પઠાણે ડ્રગ્સનો કારોબાર કરનાર પેડલર્સની ટીમ પણ તૈયાર કરી હોય તેવી શક્યતા છે. ફિરોઝખાનની ધરપકડ બાદ ડ્રગ્સની ‌ સિન્ડિકેટ સામે આવે તેવી શક્યતા છે. ફીરોઝખાન કયા રાજ્યમાંથી અને કયા ડ્રગ્સ માફિયા પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યો હતો તેનો પણ ખુલાસો થશે. પોલીસનું માનવું છે કે મહફૂઝ પાસેથી 222.94 ૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું છે, જે ત્રણ મહિનાથી તેની પાસે હતું, જોકે તેણે ફિરોઝખાન પાસેથી વધુ ડ્રગ્સ મેળવ્યું હતું અને નશેડીઓને વેચી દીધું હતું. મહફૂઝની પૂછપરછ બાદ હજુ ઘણા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. 

છ મહિના બાદ ક્રાઇમ બ્રાંચે સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો 
ક્રાઇમ બ્રાંચના નેજા હેઠળ આવતી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની અલગ અલગ ટીમો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી રહી છે. થોડા દિવસ પહેલાં હાંસોલ સર્કલ પાસેથી એસઓજીની ટીમે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એસઓજીની ટીમે ઓછી માત્રામાં ડ્રગ્સના કેસો કરીને પેડલર્સને જેલના હવાલે કરી દીધા છે ત્યારે છ મહિના બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સનો સૌથી મોટો કેસ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ