બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket:5 unbreakable records in asia cup

Cricket / એશિયા કપના એવાં 5 'મહારેકોર્ડ'... જેને આજ દિન સુધી કોઇપણ ખેલાડીઓ માટે તોડવા અશક્ય!

Bijal Vyas

Last Updated: 07:59 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન ડે વર્લ્ડ કપ 2023 પહેલા એશિયા કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ODI ફોર્મેટમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં એશિયાની 6 ટીમો ભાગ લેશે

  • આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે
  • પાકિસ્તાનના ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હફીઝના નામ પહેલા વિકેટ માટે 224 રનની ભાગીદારીનો રેકોર્ડ છે
  • એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ એમ એસ ધોનીના નામે છે

Unbreakable records in asia cup:આ વર્ષે  વન ડે વર્લ્ડ કપ 2023 પહેલા એશિયા કપનું આયોજન થવા જઈ રહ્યું છે. ODI ફોર્મેટમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં એશિયાની 6 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ વખતે ભારત અને પાકિસ્તાનની ટીમો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. આ ટૂર્નામેન્ટમાં અગાઉ પણ ઘણા રેકોર્ડ બન્યા છે જે હજુ પણ અતૂટ છે. એશિયા કપમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, અજંતા મેન્ડિસ અને પાકિસ્તાની ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હાફીઝની ભાગીદારીને ભાગ્યે જ આજના ખેલાડીઓ તોડી શકે છે.

વિરાટ કોહલી
વર્ષ 2012ના એશિયા કપમાં ભારતમાંથી વિરાટ કોહલી નામનો ઉભરતો રાઇસિંગ સ્ટારનો ઉદય થયો. ફેબ્રુઆરી 2012માં વિરાટ કોહલીએ હોબાર્ટમાં શ્રીલંકા સામે 86 બોલમાં 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારે વિરાટે કહ્યું કે તે આવનારા દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થવાની છે. તે જ વર્ષે, કોહલીએ એશિયા કપમાં પાકિસ્તાન સામે કરો યા મરો મેચમાં 183 રનની ઇનિંગ રમીને ભારતને યાદગાર જીત અપાવી હતી.

પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. પાકિસ્તાને 330 રન બનાવ્યા. ભારત પહેલા ઓવરમાં ગૌતમ ગંભીરે વિકેટ ગુમાવી હતી. પરંતુ કોહલી આત્મવિશ્વાસથી ભરપુર હતો. તેણે સચિન તેંડુલકર અને રોહિત શર્મા સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી. ભારતને 17 બોલમાં 12 રનની જરૂર હતી ત્યારે આ સ્ટાઇલિશ બેટ્સમેન આઉટ થયો હતો.જો કે ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. કોહલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કોહલીના 183 રનના રેકોર્ડને તોડવો કોઈપણ બેટ્સમેન માટે મુશ્કેલ કામ છે.

Tag | VTV Gujarati

નાસિર જમશેદ અને મોહમ્મદ હાફીઝ
પાકિસ્તાનના ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હફીઝના નામ પહેલા વિકેટ માટે 224 રનની ભાગીદારીનો રેકોર્ડ છે. બંનેએ આ રેકોર્ડ 2012 માટે એશિયા કપમાં બનાવ્યો હતો. પાકિસ્તાની ઓપનરોએ બાંગ્લાદેશના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ભારત સામે આ સિદ્ધિ મેળવી હતી. તે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નાસિર જમશેદ અને હાફીઝે આત્મવિશ્વાસથી રમીને 224 રન ઉમેર્યા હતા. આ ટુર્નામેન્ટની આ રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી છે. જમશેદે 104 બોલમાં 112 રન જ્યારે હાફીઝે 113 બોલમાં 105 રન બનાવ્યા હતા.

પાકિસ્તાને જમશેદ અને હાફીઝની શાનદાર ઇનિંગ્સના આધારે 329 રન બનાવ્યા હતા. જો કે વિરાટ કોહલીની ઈનિંગે પાકિસ્તાની ઓપનરોની રેકોર્ડ ભાગીદારીને પલટી નાખી હતી. કોહલીએ 183 રનની ઇનિંગ રમીને ભારતને 6 વિકેટે જીત અપાવી હતી. હાલમાં આ ચેમ્પિયનશિપમાં જમશેદ અને હાફીઝની રેકોર્ડ ભાગીદારીને તોડવી એ કોઈપણ બેટ્સમેન માટે મુશ્કેલ કામ છે. આનું કારણ એ છે કે આધુનિક ક્રિકેટમાં 50 ઓવરની રમતમાં બેટ્સમેનોમાં ધીરજનો અભાવ હોય છે.

મહેન્દ્ર સિંહ ધોની
એશિયા કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ એમ એસ ધોનીના નામે છે. ધોનીએ 2008 થી 2012 સુધી આ ટ્રોફીમાં ભારતની કપ્તાની કરી છે. 2008માં તે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપમાં ભારતને ફાઇનલમાં લઈ ગયો હતો. જોકે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટાઈટલ જીતી શકી નહોતી. ફાઈનલમાં શ્રીલંકાએ 100 રનથી જીત મેળવી હતી.

શ્રીલંકામાં 2010માં યોજાયેલા એશિયા કપમાં ભારતે 15 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો હતો. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ મેળવી હતી. ધોનીની કેપ્ટનશીપવાળી ટીમે તે ટૂર્નામેન્ટમાં 4 મેચ રમી હતી, જેમાંથી તેણે 3માં જીત મેળવી હતી. ભારતે ગ્રુપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું હતું. આ પછી ફાઇનલમાં યજમાન શ્રીલંકાને 81 રને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

2010માં ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 2012માં પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. ત્યારબાદ બાંગ્લાદેશે ભારતને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. 2018ના એશિયા કપમાં, ધોની રોહિત શર્માની ગેરહાજરીમાં અફઘાનિસ્તાન સામે કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. તે મેચમાં રોહિતને આરામ આપવામાં આવ્યો હતો. એશિયા કપમાં ધોનીએ કેપ્ટન તરીકે 14 મેચમાં ટીમની કમાન સંભાળી છે. ધોનીનો આ રેકોર્ડ તોડવો કોઈપણ કેપ્ટન માટે સરળ નથી.

શ્રીલંકાના કુમાર સંગાકારા અને ભારતના મહેન્દ્ર સિંહ ધોનીના નામે વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ છે. ODI ફોર્મેટમાં બંનેએ વિકેટ પાછળ 900થી વધુ શિકાર બનાવ્યા છે. એશિયા કપમાં બંનેએ વિકેટકીપર તરીકે સમાન 36-36 વિકેટ લીધી છે. શ્રીલંકાએ વર્ષ 2004માં એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદ સંગાકારાએ બેટિંગ અને કીપિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે 11 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ એશિયા કપમાં સૌથી વધુ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલવાનો રેકોર્ડ છે.

વર્ષ 2018માં એમએસ ધોનીએ સંગાકારાનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ વિકેટ પાછળ 12 શિકાર કેચ કર્યા અને સંગાકારાને પાછળ છોડી દીધા. ધોની અને સંગાકારાના સંયુક્ત રેકોર્ડને તોડવો કોઈ પણ વિકેટકીપર માટે સરળ કામ નથી.

અંધવિશ્વાસ નહીં, આ રહસ્ય છે MS ધોનીની જર્સી પર લખેલા 7 નંબરનું, કારણ જાણીને  કહેશો ઓહ એવું છે! Reason behind ms dhoni no 7 jersey why chosen this for  india

અજંતા મેન્ડિસ
શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર ​​અજંતા મેન્ડિસે વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેને થોડા જ મહિનામાં સ્ટારનો દરજ્જો મળ્યો. આ સ્પિનરે 2008ના એશિયા કપમાં શ્રીલંકાને ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેન્ડિસે 5 મેચમાં 17 વિકેટ લઈને ઘણી પ્રશંસા મેળવી હતી. તે સમયે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

એશિયા કપની ફાઇનલમાં ભારત સામે મેન્ડિસે કરાચીમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની 8 ઓવરમાં માત્ર 13 રન આપીને ભારતના 6 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. મેન્ડિસની આ શાનદાર બોલિંગ જોઈને તેને મિસ્ટ્રી બોલર કહેવામાં આવ્યો. તેણે ભારતના ટોપ ઓર્ડરને હંફાવ્યા હતા, જેમાં વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, યુવરાજ સિંહ અને રોહિત શર્માની મોટી વિકેટ સામેલ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ