બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / CR Patil's biggest allegation against Rahul-Sonia Gandhi in case of meeting with Governor / PM's security breach

રાજ્યપાલ સાથે મુલાકાત / PMની સુરક્ષામાં ચૂક મામલે CR પાટીલનો રાહુલ-સોનિયા ગાંધી પર સૌથી મોટો આરોપ

Mehul

Last Updated: 07:08 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે પંજાબ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને જે અંતરાય આવ્યા તેને પરિણામે દેશભરમાં પ્રત્યાઘાત પડ્યાં છે. ગુજરાત ભાજપે પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજ્યપાલને આવેદન

  • PMના રૂટની માહિતી લીક કરાઈ;પાટીલનો પ્રહાર 
  • તમામ ઘટનાક્રમ માટે રાહુલ સોનિયા જવાબદાર
  • ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં આક્ષેપ 

બુધવારે પંજાબ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને જે અંતરાય આવ્યા તેને પરિણામે દેશભરમાં પ્રત્યાઘાત પડ્યાં છે. ખાસ કરીને ભાજ્પ શાસિત રાજ્યોમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકથી વડા પ્રધાનનાં કાફલા માટે અપૂરતી વ્યવસ્થા અને સુરક્ષામાં ચૂક જેવી સંગીન બાબતો પર ચર્ચા થઇ રહી છે ત્યારે, ગુજરાત ભાજપે પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજ્યપાલને આવેદન પત્ર પાઠવ્યું છે. 

રાજ્યપાલને કરાઈ રજૂઆત 

PM મોદીની સુરક્ષામાં ચૂકના મામલે ગુજરાત પ્રમુખ અને સંગઠનના મહામંત્રીઓ દ્વારા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી રાજ્યપાલને રજૂઆત કર્યા બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે PMના રૂટની માહિતી લીક કરવામાં આવી હતી. PMના પ્રવાસ દરમિયાન સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. આ તમામ ઘટના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઈશારે થઈ હોવાનો આક્ષેપ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે સી.આર.પાટીલે પંજાબના મુખ્યમંત્રીના તાત્કાલિક રાજીનામાની તથા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઈએ તેવી માગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ