બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / cr patil said that now there will be a wonderful riverfront in Surat also

તાપી શુદ્ધિકરણ / અમદાવાદની જેમ સુરતમાં પણ બનશે શાનદાર રિવરફ્રન્ટ, સી.આર.પાટીલનું મોટું નિવેદન

Dhruv

Last Updated: 01:34 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી.આર પાટીલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, 'હવે સુરતમાં પણ રિવરફ્રન્ટ બનશે. તાપી શુદ્ધિકરણ માટે ટેન્ડરર સાથે સૌથી મોટું કામ કરાશે.'

  • તાપી શુદ્ધિકરણને લઇ સી.આર.પાટીલનું નિવેદન
  • રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રૂપિયાનું ટેન્ડર કરાવ્યું
  • હવે સુરતમાં પણ ચમકશે અમદાવાદની જેમ રિવરફ્રન્ટ

અમદાવાદના રિવરફ્રન્ટની જેમ હવે સુરતનું પણ રિવરફ્રન્ટ ચમકશે. ત્યારે તાપી શુદ્ધિકરણને લઇને સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. તાપી શુદ્ધિકરણ માટે ટેન્ડરર સાથે સૌથી મોટું કામ કરાશે. ટેન્ડરરને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તાપી ઉંડી કરવાનું આયોજન છે. ટેન્ડરર પાસે રોયલ્ટીના રૂપિયા ન લઇને 21 કીમી લાંબી તાપી ઉંડી કરાશે. રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રૂપિયાનું ટેન્ડર કરાવ્યું છે.'

લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે : પાટીલ

સી.આર પાટીલે જણાવ્યું કે, 'પૂર આવે છે તો પાણી ઉભરાઇ જાય છે એટલી ડેપ્થ તો ઓછી થઇ ગઇ છે, એનું પણ હમણાં રાજ્ય સરકાર દ્વારા એક ટેન્ડર કરવામાં આવ્યું. અને ટેન્ડરમાં છૂટછાટ આપી. જે મોટા-મોટા ટેન્ડરો આવતા હતાં એમને કહ્યું રેતી અમારો બિઝનેસ નથી, પરંતુ તેમની પાસે ખૂબ મોટી-મોટી મશીનરી છે, એમને કહ્યું કે આ રોયલ્ટી અમે ફાળવવા જઇએ, રોજ અમારે માથાકૂટ કરવી, અમે કામ કરીએ પરંતુ અમને તમે પૈસા નથી ચૂકવતા, પરંતુ અમે રોયલ્ટીના પણ પૈસા નહીં આપીએ અને સરકારે નિર્ણય કર્યો કે રોયલ્ટીના પૈસા નહીં માંગીએ. સાથે-સાથે ટેન્ડરરને એક પણ રૂપિયો સરકાર કે કોર્પોરેશન ચૂકવશે નહીં. એ રેતી કાઢશે. સાથે-સાથે 23 કિમીની લંબાઇમાં, લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે અને 10 વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ કરશે.'

સુરતમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 3904 કરોડના ખર્ચનો અંદાજો

અમદાવાદની જેમ સુરતમાં પણ શાનદાર રિવરફ્રન્ટ બનશે. આ પ્રોજેક્ટની વિગતો એવી છે કે, રૂંઢ અને ભાઠા વચ્ચે બેરેજ બની જતાં પાણીથી ભરેલી તાપી નદીના બંને તરફ આવેલા અને સુરત શહેરમાંથી પસાર થતાં ૩૩ કિ.મી.ના પટ એટલે કે 66 રનિંગ કિ.મી. વિસ્તારને આકર્ષક બનાવવા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ માટે 3904 કરોડના ખર્ચનો અંદાજો લગાવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ