બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 'Country's youth is ruining life', Allahabad High Court severe on live-in relationship issue

ટિપ્પણી / 'દેશનું યુવાધન જીવનને કરી રહ્યું છે બરબાદ', લિવ-ઇન રિલેશનશિપ મુદ્દે ઇલાહાબાદ હાઈકોર્ટ ગંભીર

Megha

Last Updated: 11:18 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે 'પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપવાની આ લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે '

  • લિવ-ઈન રિલેશનશિપના કિસ્સાઓ પર ઇલાહાબાદ હાઈકોર્ટેની ટિપ્પણી
  • પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને યુવા વર્ગ થઈ રહ્યો છે બરબાદ
  • કહ્યું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને રિયલ લાઈફ પાર્ટનરને નથી મળી રહ્યા

ઉત્તર પ્રદેશમાં હાલ વધતાં જતાં લિવ-ઈન રિલેશનશિપના કિસ્સાઓ પર ઇલાહાબાદ હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે. જણાવી દઈએ કે હાઈકોર્ટે કહ્યું કે દેશના યુવાનો લિવ-ઈન રિલેશનશિપમાં મુક્ત સંબંધોની લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને રિયલ લાઈફ પાર્ટનરને નથી મળી રહ્યા.  આ સાથે જ કોર્ટે પશ્ચિમી સભ્યતાના આંધળા અનુકરણથી થઈ રહેલા સામાજિક ફેરફારો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.  

પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ....
ઇલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે 'પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપવાની આ લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને આ કારણે તેઓ યોગ્ય જીવનસાથી શોધી શકતા નથી. ' કોર્ટે આગળ કહ્યું હતું કે, 'આ દેશના યુવાનો સોશિયલ મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના પ્રભાવ હેઠળ તેમના જીવનનો સાચો માર્ગ વિશે નિર્ણય નથી લઈ રહ્યા અને યોગ્ય જીવનસાથીની શોધમાં ઘણીવાર ખોટા જીવનસાથીની પસંદગી કરી લે છે. ' 

કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરે દર્શાવે છે કે જીવનસાથીને દગો આપવો એ સામાન્ય છે અને આ વિચાર એમની કલ્પનાને વેગ આપે છે. આવું બધુ જોઇને તેઓ તે જ પ્રયોગ રિયલ લાઈફમાં કરવાનું શરૂ કરે છે, પરંતુ તે ખોટું છે.' 

જણાવી દઈએ કે કોર્ટે આ ટિપ્પણી એક યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં જય ગોવિંદ ઉર્ફે રામજી યાદવની જામીન અરજી સ્વીકારતી વખતે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે યુવકો ક્યારેક સમાજ તો ક્યારેક તેમના જ માતા-પિતા અને ક્યારેક તેમની પસંદગીના જીવનસાથી વિરુદ્ધ પણ ખરાબ વ્યવહાર કરે છે અને તેમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો, જેના કારણે તેઓ આ પ્રકારના સંબંધોમાં ફસાઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં આવા સંબંધો સ્વીકારવામાં આવતા નથી. 

ઇલાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, ' પરિવારો પણ તેમના બાળક દ્વારા પસંદ કરાયેલ જીવનસાથીની જાતિ, ધર્મ વગેરેના મુદ્દાઓ પર ઝઘડે છે અને આ કારણે બાળકો લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે તો ક્યારેક આત્મહત્યા કરે છે અને ક્યારેક ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. આ પરિસ્થિતિને કારણે લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર અને પછી આત્મહત્યા કરવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના ગુના જેવા કેસો મોટી સંખ્યામાં કોર્ટમાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ