બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / coronavirus vaccination dcgi nod to panacea biotech to make sputnik-v locally in india

મોટા સમાચાર / હિમાચલના બદ્દીમાં બનશે સ્પૂતનિક-V, આ કંપનીને ઉત્પાદન માટે DCGIએ આપી મંજૂરી

Dharmishtha

Last Updated: 08:36 AM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DCGIએ સ્પુતનિક વીને ભારતના સ્તર પર નિર્માણ કરવા માટે પેનેસિયા બાયોટેકને પોતાની મંજૂરી આપી દીધી છે.

  • DCGIએ સ્પુતનિક વીના ભારતમાં ઉત્પાદન માટે આપી મંજૂરી
  •  પેનેસિયા બાયોટેક પહેલી કંપની છે જે રશિયાની રસીનું નિર્માણ સ્થાનિક સ્તરે કરશે
  • હિમાચલ પ્રદેશના બદ્દી કારખાનામાં તૈયાર થશે
  • ગુણવત્તાની તપાસ માટે રશિયાના ગામાલેયા કેન્દ્ર મોકલવામાં આવી 

DCGIએ સ્પુતનિક વીના ભારતમાં ઉત્પાદન માટે આપી મંજૂરી

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ રશિયા નિર્મિત કોરોનાની રસી સ્પુતનિક વીને ભારતના સ્તર પર નિર્માણ કરવા માટે પેનેસિયા બાયોટેકને પોતાની મંજૂરી આપી દીધી છે. કંપનીએ રવિવારે આ અંગે જાણકારી આપી. પેનેસિયા બાયોટેક પહેલી કંપની છે જે રશિયાની રસીનું નિર્માણ સ્થાનીય સ્તર પર કરશે. પેનેસિયા બાયોટેક તે છ કંપનીઓમાંની એક છે જેમને સ્પુતનિકવી રસી માટે રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડની સાથે કરાર કર્યો છે.  RDIF રશિયાના સોવરિન વેલ્થ ફંડ છે જે વૈશ્વિક સ્તર પર સ્પુતનિક વી પ્રમોટ કરી રહી છે.

હિમાચલ પ્રદેશના બદ્દી કારખાનામાં તૈયાર થશે

મે મહિનામાં રશિયાના રોકાણકાર કોષ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(આરડીઆઈએફ) અને ભારતની દવા કંપની પૈનેસિયા બાયોટેકે ભારતમાં સ્પૂતનિક વી કોરોના વાયરસની રસીનું ઉત્પાદન શરુ કરવાની જાહેરાત કરી હતી. સમજૂતિ અંતર્ગત પૈનેસિયા બાયોટેકે હિમાચલ પ્રદેશના બદ્દી કારખાનામાં તૈયાર કરવામાં આવેલી સ્પૂતનિક વી રસીના પહેલા જથ્થાની ગુણવત્તાની તપાસ માટે રશિયાના ગામાલેયા કેન્દ્ર મોકલવામાં આવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે રશિયાના ગામાલેયા કેન્દ્રમાં ગુણવત્તાની તપાસમાં હિમાચલ પ્રદેશના બદ્દી કારખાનામાં તૈયાર રસીના તમામ માપદંડો પર ખરી ઉતરી છે.

1 વર્ષમાં સ્પૂતનિક વીના 10 કરોડ ડોઝનું થશે ઉત્પાદન

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં આરડીઆઈએફ અને પેનેસિયાએ સ્પૂતનિક વીની રસીના વર્ષમાં 10 કરોડ ઉત્પાદન કરવાની સહમતિ દર્શાવી હતી. સ્પૂતનિક-વીને ભારતમાં 12 એપ્રિલ 2021થી ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી ગઈ છે. મેડિકલ ક્ષેત્રના પ્રમુખ મેગેજીન લેન્સેન્ટ અનુસાર સ્પૂતનિક-વી 91.6 ટકા કારગત છે. જેનાથી વૈશ્વિક સ્તર પર 59 દેશોમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. નિવેદન અનુસાર સ્પુતનિક -વીની કિંમત પ્રતિ ડોઝ 10 ડોલરથી ઓછી છે.

સ્પૂતનિક-વીને વૈશ્વિક સ્તર પર 67 દેશોએ મંજૂરી આપી

ભારતમાં રશિયાની રસી સ્પૂતનિક-વીને વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, મુંબઈ, કોલકત્તા, દિલ્હી, બદ્દી, ચેન્નાઈ, મિરયાલાગુડા અને કોલ્હાપુર જેવા શહેરોના રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે. સ્પૂતનિક-વીને વૈશ્વિક સ્તર પર 67 દેશોએ રસીકરણ કાર્યક્રમ માટે મંજૂરી આપી છે.  આ દેશોમાં 3.5 બિલિયન લોકો રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ