બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Coronavirus positive case rajkot Health Department alert

એક્શન / રાજકોટના જે યુવાનને કોરોના થયો તેના વિસ્તારમાં 250 આરોગ્ય કર્મીઓની તપાસ, જાણો શું કરી રહી છે ટિમ

Hiren

Last Updated: 12:12 AM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બે કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ નોંધાયા છે. સુરત અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં રાજકોટનો જંગલેશ્વરમાં રહેતા 3ર વર્ષીય યુવકનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. આ યુવક સાઉદી અરેબીયાથી પરિવારજનો સહિત અન્ય 11 લોકો સાથે પરત આવ્યો હતો. ત્યારે હવે રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. યુવકના વિસ્તાર જંગલેશ્વરમાં તપાસ હાથધરી છે.

  • મક્કા મદીનાથી પરત ફરેલા યુવકનો કોરોના વાયરસ 
  • આરોગ્ય તંત્રની 40 ટિમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હેલ્થ ચેકિંગ
  • રાજકોટ શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ

આ યુવક 7 માર્ચના રોજ મક્કા મદીનાથી ઉમરા પઢી યુવાન મુંબઇ પહોંચ્યો હતો. 8 માર્ચના મુંબઇથી રાજકોટ તેઓ ટ્રેન મારફત પહોંચ્યો હતો. મહત્વનું છે કે યુવાન પરિવારજનો સહિત 11 લોકો સાથે મક્કા મદીના ગયો હતો. 

રાજકોટમાં તેને સતત તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરીયાદ હતી. સાથે પ્રાથમિક સારવાર લેવા તે લોટસ હોસ્પિટલ પહોંચ્યો હતો. લોટસ હોસ્પિટલથી તેને સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો છે. 18 માર્ચના જામનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. ગુરૂવારે 19 માર્ચની સાંજે કોરોના વાયરસ પોઝીટીવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. દેવપરામાં આવેલ ક્લિનીકમાં ડૉક્ટર જેઓએ તેમને પ્રાથમિક તપાસ કરી હતી તેઓ બીમાર પડતા તેમને પણ કવોરન્ટાઇન કરાયા છે. અને તેમના બ્લડ સેમ્પલ લેવાયા છે. ડૉક્ટર સહિત અન્ય 4 લોકોના પણ નમૂના લેવાયા છે. 

રાજકોટ જિલ્લાના આરોગ્ય તંત્રની 40 ટિમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હેલ્થ ચેકિંગ

રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર ટિમ સતર્ક થઇ હતી. ત્યારબાદ રાજકોટ જિલ્લાના આરોગ્ય તંત્રની 40 ટિમો જંગલેશ્વર વિસ્તારમાં હેલ્થ ચેકિંગ માટે ગઇ હતી. જેમાં 250થી વધારે આરોગ્ય કર્મીઓએ યુવાનનું ઘર અને તેની સાથે ગયેલા તમામ લોકોનું ચેકઅપ કર્યું હતું. સાથે આસપાસના 15 ઘરોના તમામ સભ્યોના ટેસ્ટ કરાયા છે. તેની સાથે સાથે જંગલેશ્વર વિસ્તારના તમામ ઘરોને સતર્ક રહેવાની સૂચના અપાઇ છે. યુવાન સાથે મક્કા ગયેલા લોકોને કવોરન્ટાઇન કરાયા છે. અત્યાર સુધી તે વેન્ટિલેટર પર હતો પરંતુ તે હવે સામાન્ય શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે.

રાજકોટના કોરોનાના દર્દી સાથે આવેલા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. દર્દી સાથે ટ્રેનની મુસાફરીમાં જામનગરના મુસાફર પણ સાથે હતા. તંત્રએ મુસાફરો સુધી પહોંચવા કાર્યવાહી ધરી છે. શહેરના લાખોટા લેક, બાલા હનુમાન મંદિર, સૈફી મસ્જિદ બંધ કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ

કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર દ્વારા રાજકોટમાં 144 લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે શહેરવાસીઓ માટે બહાર જાહેરનામુ પાડ્યુ છે. 4 કરતા વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરસભા, સરઘસ કે રેલી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. 30 એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં જાહેરનામુ પ્રસિધ્ધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ