બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / રાજકોટ / coronavirus pm modi meeting rajkot bjp leaders celebration

તાયફો / PM મોદીની સલાહ મીટિંગ સુધી જ? ગુજરાતમાં ભાજપના નેતાઓએ સત્તા સંભાળતા જ કરી બેફામ ઊજવણી

Kavan

Last Updated: 09:33 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી અને કોરોનાની સ્થિતિ પર કાબૂમાં લાવવા મુદ્દે મંથન કર્યું અને કેટલીક સલાહો પણ આપી. જો કે, ગુજરાતના રાજકોટમાં ભાજપના નેતાઓ આ સલાહને મીટિંગ સુધી જ સીમિત રાખી હોવાનું લાગી રહ્યું હતું.

  • સત્તા સંભાળતા જ કાયદો ભૂલ્યા નેતાઓ 
  • નેતાઓની ટોળકીમાં અધિકારીઓ પણ શામેલ!
  • એક તરફ કોરોના હાવી..બીજી તરફ નેતા સબ પર ભારી!

કોરોના વધ્યો છે તે તમે જાણતા જ હશો.. કારણ કે, તમને તમારા પરિવારની અને તમારા સંતાનોની ચિંતા થતી હશે. પરંતુ ભાજપના નેતાઓને આ દેખાતું નથી. માત્ર ભાજપના નેતાઓને જ નહીં પરંતુ સરકારી બાબૂઓને પણ તે દેખાતું નથી. ત્યારે જ તો એક તરફ સરકાર રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવે છે. તંત્રને કાોરોનાની ગાઈડ-લાઈનનું પાલન કરાવવાનું કહે છે. 

ઉજવણીના નામે ભાજપના તાયફા

તો જ્યારે બીજી તરફ સત્તાની ખુરશી સંભાળતાની સાથે જ ભાજપના સત્તાધિશો બેફામ નાચે છે. સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડાવે છે. માસ્ક વિના ઢોલના તાલે ઝુમે છે અને બાકી હતું તો તે પૈસાનો વરસાદ કરે છે. આપણે વાત કરી રહ્યા છે જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ ઉજવણીના નામે થયેલા તાયફાની. કારણ કે, અહીં કોરોનાના નિયમોની ઐસીતૈસી કરતા ભાજપના નેતાઓએ ઉજવણી તો કરી જ. પરંતુ તેની સાથે-સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના ખૂબ નાચ્યા પણ ખરા. વાત આટલેથી પુરી નથી થતી..

ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં નેતામાં નિયમોના ધજાગરા

કારણ કે, જ્યારે ભાજપના નેતાઓ આ તાયફા કરી રહ્યા હતા ત્યારે સ્થળ પર ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિત પોલીસ પણ હાજર હતી. જોકે આ ધજાગરા બાદ વીટીવીએ ભાજપના નેતાઓ સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ બધા મુદ્દે બોલવાથી દૂર ભાગ્યા  

અહીં સીધો જ સવાલ ભાજપના સત્તાધીશો અને સરકાર પર થઈ રહ્યો છે કે, શું આ છે તમારું શિસ્ત? શું આવા સત્તાધિશો બચાવશે કોરોનાથી લોકોને? શું આવા અધિકારીઓ કરશે જનતાનું ભલું? તમારું કર્ફ્યૂ પહેલા તમારા નેતાઓ પર ક્યારે લગાવશો? ક્યાં સુધી આવા તાયફાઓ યોજી લોકોના જીવ સાથે રમત કરશો? સવાલો અનેક છે. પરંતુ આનો જવાબ કોણ આપશે..તે સૌથી મોટો સવાલ છે. ત્યારે જોઈએ શિસ્તમાં માનનારાઓ પોતાના નેતાઓને કેવા શિસ્તના પાઠ ભણાવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ