બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / coronavirus in india vaccine

મહામારી / ઈસ રાત કી સુબહ ભી આયેગી, પર...

Kavan

Last Updated: 04:36 PM, 25 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ લાંબી, અંતહીન લાગી રહેલી સુરંગના અંતમાં આખરે રોશની દેખાવા લાગી છે. કોરોના મહામારી સાથે લડતી દુનિયાને અંદાજ પણ નથી કે આ લડાઇ કેટલી લાંબી ચાલશે. જે દેશોએ મુશ્કેલીથી નવા કેસ અને મૃતકોની સંખ્યાને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે ત્યાં પણ બીજી અને પછી ત્રીજી લહેરે આખી દુનિયાની પરેશાની વધારી દીધી છે, જોકે આ અઠવાડિયાના ઘટનાક્રમે નવો ઉત્સાહ જગાડવાનું કામ કર્યું. આ ઉત્સાહનો સૌથી મોટો સ્રોત છે એ સમાચાર કે કોરોના વાઇરસની અપેક્ષાએ વધુ ક્ષમતાવાળી વેક્સિન બનાવવામાં સફળતા મળી ગઇ છે.

  • દેશમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર
  • ભારે મહેનત બાદ વેક્સિન બનાવવામાં સફળતા મળી
  • ભારતીય શેરબજાર પર પણ જોવા મળી 

બે અમેરિકી કંપનીઓ ફાઇઝર અને મોડર્નાએ ૯૫ ટકાથી વધુ ક્ષમતાવાળી વેક્સિન વિકસાવી લીધી છે. ભારત માટે આ કંપનીઓની વેક્સિનનો ઉપયોગ અત્યારે તો વધુ દેખાતો નથી, કેમ કે એક તો આ કંપનીઓ સાથે ભારતનો કરાર નથી, બીજું આ વેક્સિન મોંઘી પડી રહી છે. ત્રીજું તેનાં સંગ્રહ અને વિતરણ પણ ખાસ્સાં મુશ્કેલ છે. તેને  માઇનસ ૭૦ થી ૮૦ સેલ્સિયસ તાપમાન પર રાખવી જરૂરી છે, જે ભારતમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. 

ભારતમાં સીરમ ઇ‌િન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાનું લાઈસન્સ

ભારતમાં સીરમ ઇ‌િન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાનું લાઈસન્સ છે, જેની વેક્સિન પર પણ કામ ઘણું આગળ વધી ગયું છે. એસઆઇઅાઇ ભારત અને અન્ય નિમન તથા મધ્યમ આવકવાળા દેશો માટે વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની છે. એવું કહેવાય છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વૃદ્ધોને જાન્યુઆરીથી અને સામાન્ય લોકોને એપ્રિલ-મેથી વેક્સિન આપવાનું કામ શરૂ કરાશે. વેક્સિનેશનના લાંબા અનુભવ અને તેના માળખાને જોતાં મોટા પ્રમાણમાં લોકોને વેક્સિન લગાવવાનું કામ આપણા માટે વધુ મુશ્કેલ ન હોવું જોઇએ. મહામારી પર ઝડપથી કાબૂ મેળવવાની આ આશાએ દુનિયાભરમાં સ્વાભાવિક રીતે ખુશીની લહેર ફેલાવી દીધી છે. 

ભારતીય શેરબજાર પર પણ જોવા મળી 

તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. શેરબજારે ઊંચાઇનો નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. ખુશીની સાથે-સાથે આપણે કેટલીક ઠોસ હકીકતો સામે આંખ આડા કાન ન કરવા જોઇએ. સચ્ચાઇ એ છે કે માત્ર આગામી છ-આઠ મહિના નહીં, પરંતુ વેક્સિનની ચળવળ ચાલુ થયા બાદ પણ વસ્તીના મોટા ભાગને સંયમ અને સતર્કતાના ભરોસે રહેવું પડશે. એક મોટો સવાલ વેક્સિનેશનનો ખર્ચ પણ છે. 

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તેની કિંમત પણ ઓછી હશે

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તેની કિંમત પણ ઓછી હશે, છતાં પણ ૫૦૦-૬૦૦ રૂપિયા પ્રતિડોઝનો ખર્ચ સામાન્ય પરિવારને મોંઘો પડશે. બીજી વાત એ છે કે જો અત્યંત ગરીબ પરિવાર આ ડોઝમાંથી બાકાત રહી ગયા તો વેક્સિનેશનનો આખો પ્રોગ્રામ નિરર્થક સાબિત થઇ શકે છે. આ માટે સરકારે અત્યારથી કમર કસી લેવી જોઇએ કે આ વેક્સિન દરેક ભારતીયને ફ્રીમાં આપવામાં આવશે. 

વિશ્વના મોટા ભાગના દેશોએ વેક્સિન શોધવા માટે હાથ ધર્યા પ્રયાસ 

કોરોના મહામારી સામે લડવામાં તેની વેક્સિનથી વધુ અસરકારક ઉપાય બીજો કોઈ જ નથી. દુનિયાભરના દેશોના વૈજ્ઞાનિકો હાલ કોરોનાને નાથી શકે તેવી પ્રભાવશાળી વેક્સિન બનાવવા પાછળ પોતાની તમામ શક્તિઓ વાપરી રહ્યા છે. જ્યાં સુધી આ મહામારીની અસરકારક વેક્સિન આવી નથી જતી અને તે દરેક છેવાડાના માનવી સુધી પહોંચતી નથી ત્યાં સુધી માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી એ વાત તમામે યાદ રાખવી જોઈએ.આવનારો સમય વધુ વિકટ હશે ત્યારે આ મહામારી સામેની લડાઈમાં તમામ લોકો વધુ કાળજી લે અને કોરોના સંક્રમણ અટકાવવામાં પોતાનું યોગદાન આપે એ જ દરેકની ફરજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ