બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus in Ahmedabad holi celebration canceled

રદ્દ / કોરોના ખૌફ: ગુજરાતમાં ક્લબોમાં હોળીની ઉજવણીમાં રેઈન ડાન્સ કેન્સલ, આટલા કેસ છે શંકાસ્પદ

Gayatri

Last Updated: 09:50 AM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

77 દેશમાં ફેલાયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ચિંતા વધારી રહ્યો છે. ગુજરાતમાં કુલ 5 કેસ શંકાસ્પદ નોંધાયા છે. આ સ્થિતિને જોતા ઘૂળેટીના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં 3254 લોકોના જીવ લઈ લીધા છે. અને હજુ પણ 95 હજાર લોકો કોરોનાની ઝપેટમાં છે. ઈટલીમાં કોરોનાના કારણે કુલ 107ના મોત નિપજ્યા છે.. તો ઈરાનમાં 92, ચીનમાં 2981ના મોત નિપજ્યા છે. કોરોના વાયરસમાં કુલ 29 કેસ સામે આવ્યા છે. આ તરફ દક્ષિણ કોરિયામાં 5 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો ઈટલીમાં 3 હજાર, ઈરાનમાં 3 હજાર લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

  • ગુજરાતમાં કોરોના વાયરસની જોવા મળી છે અસર
  • દવા બનાવવા માટે ગુજરાતની ફાર્મા કંપનીઓ પણ લાગી છે કામે
  • ગુજરાતમાં 5 શંકાસ્પદ કેસ

અમદાવાદની મોટાભાગની ક્લબમાં ઘૂળેટીના કાર્યક્રમ રદ કરવાનું નક્કી કરાયું છે. કર્ણાવતી કલબ, રાજપથમાં રેઇન ડાન્સ રદ કરાયો છે તો કર્ણાવતીમાં યોજાતો લેડીઝ હાઉસી પણ રદ કરાયો છે. YMCAમાં  ધૂળેટીના કાર્યક્રમો રદ કરવાની વિચારણા ચાલી રહી છે.

ગુજરાતમાં 250 જેટલી કંપનીઓ રિસર્ચ પર કામ કરે છે

કોરોના વાયરસની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસથી લડવા માટે ગુજરાતની ફાર્મ કંપનીઓ પણ કામે લાગી છે. આ મામલે ગુજરાત IDMAના ચેરમેને નિવેદન આપ્યું છે કે, ગુજરાતમાં 250 જેટલી કંપનીઓ રિસર્ચ પર કામ કરે છે.

ત્રણ જેટલી કંપનીઓ કોરોનાની દવા બનાવવા કામ કરી રહી છે. ટૂંક સમયમાં કોરોનાની દવા આવે તેવી અમને આશા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, કોરોના વાયરસની અસર પહેલા ચીનમાં વેકેશન હતું. વેકેશન હોવાના કારણે તમામ દેશોએ મોટા પ્રમાણમાં EPI ઈમ્પોર્ટ કરી હતી. જેના કારણે ભારતમાં અત્યાર સુધી કોઈ અછત જોવા મળી નથી.

આગામી એક બે મહિના સુધી EPI ઈમ્પોર્ટ બંધ રહે તો અછતની અસર જોવા મળશે. ભારત દ્વારા વિશ્વભરના 200 જેટલા દેશને મેડિસિન પહોંચાડવામાં આવે છે. તમામ દેશને ક્વોલિટીવાળી અને સસ્તી દવા પહોંચાડવાનું અમારું લક્ષ્ય હોય છે..

સુરતમાં 3 શંકાસ્પદ કેસ

સુરતમાં કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ આવ્યા સામે . ત્રણેય શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થાયલેન્ડ-મલેશિયાની ટૂર પરથી પરત ફર્યું હતું દંપત્તિ. ઈરાનથી આવેલા જ્વેલર્સને હોસ્પિટલમાં દાખલ કરાયો

વૈશ્વીક લેવલે સ્થિતિ કફોડી

ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચીન બાદ કોરોના વાયરસ વિશ્વના અનેક દેશમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં 3254 લોકોના જીવ લઈ લીધા છે. અને હજુ પણ 95 હજાર લોકો કોરોનાની ઝપેટમાં છે.

ચીન બાદ ઈટલી ઝપેટમાં

ચીન બાદ હવે ઈટલીમાં વધુ 28 લોકોના મોત નિપજ્યાછે. તો ઈરાનમાં વધુ 15ના મોત નિપજ્યા છે. અમેરિકામાં કોરોનાના કારણે વધુ 2 તો સ્પેનમાં 1 અને ઓસ્ટ્રેલિયમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઈરાકમાં પણ વધુ 2 લોકોના મોત નિપજ્યા છે. 

કુલ કેટલા કોરોનાને કારણે કેટલા મોત?


ઈટલીમાં કોરોનાના કારણે કુલ 107ના મોત નિપજ્યા છે.. તો ઈરાનમાં 92, ચીનમાં 2981ના મોત નિપજ્યા છે. કોરોના વાયરસમાં કુલ 29 કેસ સામે આવ્યા છે. આ તરફ દક્ષિણ કોરિયામાં 5 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો ઈટલીમાં 3 હજાર, ઈરાનમાં 3 હજાર લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ