ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આજથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે સરકારના આ કાર્યક્રમમાં કોઇપણ જગ્યાએ કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. મફત અનાજના વિતરણમાં રાજ્યમાં ચોતરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરી
અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં MLA પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા. ધારાસભ્યએ અધિકારીઓને રૂબરુ બોલાવી ટોળાને દૂર કરવામાં આવ્યું હતું. અનાજની દુકાનોમાંથી ઓનલાઇન પાસ સિસ્ટમ દૂર કરાવી હતી અને બાદમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્યમાં આજે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજની ક્વોલિટી જોઇ કાર્ડધારકો રોષે ભરાયા છે. પશુ ન ખાય તેવા અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે. દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાશનકાર્ડ ન મળતાં રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોનો હોબાળો
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોએ હોબાળો કરીને વિરોધ કર્યો છે. રાશન ન મળતાં કાર્ડ ધારકોએ હોબાળો કર્યો છે. કલેકટર કચેરીએ બહાર 100થી વધુ લોકો એકઠા થઈને હોબાળો કર્યો છે. સરકારે આજથી અનાજ વિતરણની જાહેરાત કરી છે.
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં જોવા મળી બેદરાકારી
જ્યારે રાજ્યના વડોદરા શહેરની વાત કરીએ તો મફત અનાજના વિતરણ દરમિયાન બેદરકારી જોવા મળી છે. જેમાં સસ્તા અનાજની દુકાનમાં ફિંગરપ્રિન્ટ બાદ અનાજ આપવામાં જોવા મળ્યું હતું. જો કે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ ફિંગરપ્રિન્ટ પર મનાઇ ફરમાવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ હતું કે કોરોના વાયરસ ચેપી રોહ હોવાથી નિયમોને નજર અંદાજ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજથી ગરીબ પરિવારને રાશન આપવામાં આવી રહ્યાં છે. 17 હજાર રેશનિંગ દુકાનો પરથી અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 3 કરોડ 25 લાખ લોકો માટે અનાજ વિતરણ કરવામાં આવશે. જો કે અગાઉ નક્કી કરાયાં મુજબ 25-25 ગ્રાહોકને જ ફોન કરીને અનાજ લેવા માટે બોલાવાનું નક્કી કરાયું હતું. જેનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે હતું. જો કે તેમ છતાં રાશન આપવાની શરૂઆત બાદ રાજ્યભરમાં અફરાતરફરીનો માલો જોવા મળ્યો છે.
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજનું વિતરણ
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મળવાપાત્ર રાશનકાર્ડ ધારકોને જ લાભ મળશે. એક મહિનાનું રાશન સંપૂર્ણ વિનામૂલ્યે મળશે. દુકાનદારો કુપન દીઠ કાર્ડધારકોને બોલાવશે. ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત રહેશે.