બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / coronavirus double mutant variant detected in 18 states of says health ministry

ચેતવણી / દેશના 18 રાજ્યોમાં એવું બન્યું કે કોરોનાની બીજી લહેર બની વધુ ખતરનાક

Kavan

Last Updated: 04:18 PM, 24 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનું સંકટ ફરી ઘેરાઇ રહ્યું છે. કોરોના વાયરસના ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ દેશના 18 રાજ્યોમાંથી મળ્યા છે. આ જાણકારી ભારત સરકારાના આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

  • દેશમાં ફરી ઘેરાયું કોરોના સંકટ 
  • નવા વેરિયન્ટે દેશના 18 રાજ્યોમાં ચિંતા વધારી 
  • આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી 

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટ પ્રમાણે, કોરોનાનો નવે વેરિયન્ટ જુનાના મુકાબલે વધુ જીવલેણ છે. આ વેરિયન્ટ 10,787 સેમ્પલમાંથી 771 COVID-19 વેરિયન્ટ (VOCs) હોવાનું જાણવા મળ્યું છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, યુકે વાયરસના 736 સેમ્પલનો પણ સમાવેશ થાય છે. દક્ષિણી આફ્રિકાના વાયરસ માટે 34 સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. એક સેમ્પલ બ્રાઝીલ વેરિયન્ટ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશના 18 રાજ્યોમાં આ VOCsના નમૂનાની ઓળખ થઇ છે. 

શું છે ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ

ઉલ્લેખનીય છે કે, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટથી એક શખ્સના કોરોના વાયરસના બે જુદા જુદા પ્રકારોથી ચેપ લાગ્યો છે. સરળ શબ્દોમાં, તેને કોરોનાનું ડબલ ચેપ કહી શકાય. વિશ્વમાં આવો પહેલો કિસ્સો બ્રાઝિલમાં સામે આવ્યો છે. બ્રાઝિલમાં, બે દર્દીઓ એક સાથે કોરોના વાયરસના બે જુદા જુદા પ્રકારોમાં ચેપ લાગ્યાં હતાં.

બ્રાઝિલની Feevale યુનિવર્સિટીના નિષ્ણાતોના સંશોધનથી આ વાત બહાર આવી છે. આ વેરિયન્ટના નામોનું નામ P.1 અને P.2 રાખવામાં આવ્યું છે, જ્યારે બીજો દર્દી કોરોનાના P.2 અને B.1.91 વેરિયન્ટથી સંક્રમિત મળ્યો. જોકે, બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ કરેલી આ શોધની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

પંજાબમાં 81 ટકા કેસમાં યૂકેનો વેરિઅન્ટ મળ્યો

પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેક્સીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.

મહારાષ્ટ્ર સરકારે વધુ બે જિલ્લામાં લગાવ્યુ લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નંદેડ અને બીડમાં 4 એપ્રિલ સુધી લોકડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પાબંધીઑ આજ રાતથી લાગુ કરવામાં આવશે.

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ રહેશે ખુલ્લી

આ પ્રતિબંધોમાં દૂધ, શાકભાજીની દુકાનોને સવારે 7થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પહેલેથી જ વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.  

એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 132 લોકોના મોત

નોંધનીય છે કે મરાઠાવાડાના પરભણીમાં પહેલા એક સપ્તાહ સુધી લોકડાઉન કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. અધિકારીઑએ આપેલી જાણકારી અનુસાર જિલ્લામાં આજે જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે જે 31મી માર્ચ સુધી પરભણીમાં રહેશે. જ્યારે બીડમાં જે લોકડાઉન આપવામાં આવ્યું છે તે 4થી એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતાં મહારાષ્ટ્રમાં તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી રહી છે તથા કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. 

કોરોના વાયરસ કેસ અપડેટ : 

કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તેમાં એક જ દિવસમાં ભારતમાં 275 લોકોના મોત થયા છે. આ આંકડો આ વર્ષનો મોતનો સૌથી મોટો આંકડો છે. આજે નવા કેસની વાત કરીએ તો એક દિવસમાં ભારતમાં 47,262 કેસ સામે આવ્યા છે.  

ભારતમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ, દૈનિક કેસમાં ફરી વધારો

એક દિવસમાં દેશમાં કોરોનાના 47 હજાર 239 નવા કેસ આવ્યા છે. દેશમાં  એક દિવસમાં કોરોનાથી 23 હજાર 913 દર્દી રિકવર થયા છે તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 277 લોકોના મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 65 હજાર 369 થયા છે અને  કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 33 હજાર 594 પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 3 હજાર 16 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 477 થયો છે. લાંબા સમય બાદ એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો હોવાનું જોવા મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ