બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus core committee meaning started in Gandhinagar

મોટા સમાચાર / ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક, ગુજરાત માટે લેવાઇ શકે આ મોટો નિર્ણય

Kavan

Last Updated: 06:16 PM, 4 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે અને રાજ્યમાં લાગુ રાત્રિ કર્ફ્યૂની અવધી પણ આવતીકાલે પૂર્ણ થઇ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ખાસ બેઠક યોજાઇ છે.

  • ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક
  • રાજ્યમાં લાગૂ કફર્યૂની અવધી મુદ્દે લેવાશે નિર્ણય
  • રાજ્યના 29 શહેરોમાં કફર્યૂ લંબાવવાની સરકારની વિચારણા

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને સચિવોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રાત્રિ કર્ફ્યૂની અવધિ મુદ્દે મંથન કરવામાં આવી શકે. 

લૉકડાઉન અંગે સરકારની કોઇ જ વિચારણા નહીં 

આ સાથે જ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્યના 29 શહેરોમાં કફર્યૂ લંબાવવાની વિચારણા પણ સરકાર વિચારણા કરી શકે છે. તો એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, રાજ્ય સરકાર લૉકડાઉન વિશે હાલ કોઇ જ વિચારણા કરી રહી નથી. 

જૂનાગઢમાં CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેની અવધિ આવતીકાલે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જુનાગઢમાં આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન અંગે આજે સાંજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.સીએમ રૂપાણીએ જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. 

29 શહેરમાં મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત કરાઇ હતી 

રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે પહેલાં નાઈટ કર્ફ્યૂ અને તે બાદ વિવિધ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોને મિનિ લોકડાઉન અથવા અઘોષિત લોકડાઉન જેવી પરિસ્થિતિ કહી શકાય. એવામાં આ પ્રતિબંધોની કડક અમલવારી સાથે પ્રતિબંધોને 15મી મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સંભાવના છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત સોમવારે કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,999 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,52,275 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.  ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 140 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7648 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 747 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,499 પર પહોંચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ