બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / વિશ્વ / Corona will cause panic in the country again, many cases of the new variant are appearing simultaneously, WHO has warned

Corona Is Back / દેશમાં ફરી કોરોના મચાવશે હાહાકાર, નવા વેરિએન્ટના એક સાથે અનેક કેસ સામે આવતા હડકંપ, WHOએ આપી દીધી ચેતવણી

Pravin Joshi

Last Updated: 08:00 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,997 પર પહોંચી ગયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા.

  • દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો
  • કોરોનાના કુલ એક્ટિવ કેસ 2,997 પર પહોંચી ગયા 
  • JN.1 અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા 

ગુજરાત સહિત દેશભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. 21 ડિસેમ્બર સુધી કોરોના JN.1 ના નવા વેરિએન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 265 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. JN.1 વેરિઅન્ટનો પહેલો કેસ કેરળમાંથી જ નોંધાયો હતો.

Tag | VTV Gujarati

કોરોનાના કુલ એક્ટિવ કેસ 2,997 પર પહોંચી ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2,997 પર પહોંચી ગયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી. જો કે, યોગ્ય સાવચેતીના પગલાં લેવા જોઈએ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારી પાસે હાલમાં કોઈ ડેટા નથી કે JN.1 વેરિએન્ટ વધુ ગંભીર છે અથવા વધુ મૃત્યુનું કારણ બનશે.

કોરોનાનો JN.1 વાયરસની વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં એન્ટ્રી, WHOએ કહ્યું 'જોખમ  ઓછું, પરંતુ ફેલાવવાનો ચાન્સ વધારે' / WHO gave this information about this  threat by including ...

આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી 

રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે ગુરુવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જો હળવી શરદી, ઉધરસ, તાવ, શરદી અને ગળામાં ખરાશથી પીડાતા દર્દીઓ સમયસર તબીબી સલાહ લે તો આ રોગને અસરકારક રીતે અને તરત જ નિયંત્રિત કરી શકાય છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ COVID-19 માટે સમયસર ટેસ્ટિંગ અને સારવાર કરાવવી જોઈએ.

Tag | VTV Gujarati

ભીડમાં માસ્ક પહેરવાની સલાહ

આરોગ્ય વિભાગ અને WHOનું કહેવું છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેત રહો. WHOએ બુધવારે કોરોનાને 'વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' તરીકે વર્ગીકૃત કર્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ભીડવાળી અથવા બંધ જગ્યાઓ અને પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું આવશ્યક છે. સામાજિક અંતરને પણ આદત બનાવો. કોરોના JN.1 ના નવા વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ, મનસુખ  માંડવિયાએ ટ્વિટ કરીને આપી જાણકારી | compulsorily applicable in the country  from January 1, 2023 due ...

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં કેસ વધ્યા

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં નવા સબ-વેરિયન્ટ કોવિડ કેસ નોંધાયા છે.બીજી તરફ ગોવાના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કોરોના સેમ્પલમાં સબ-વેરિયન્ટ JN.1 મળી આવ્યો છે. પરંતુ આ જૂના કેસ છે અને હવે એક્ટિવ નથી. આ પ્રકારનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા વિનંતી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ