બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Congress protests in Ahmedabad due to ED summons Rahul Gandhi

VIDEO / અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનઃ વીરજી ઠુમ્મર ઢળી પડ્યા, જગદીશ ઠાકોરની અટકાયત, રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ

Dhruv

Last Updated: 03:54 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછ હાથ ધરાતા આજે ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન.

  • નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછ મામલો
  • રાહુલને EDનું સમન્સ પાઠવતા દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
  • અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ દરમ્યાન વીરજી ઠુમ્મર બેભાન થઈ ઢળી પડ્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે તેઓ ED સમક્ષ હાજર પણ થઇ ગયા છે અને હાલમાં તેઓની આ કેસમાં પૂછપરછ ચાલી રહી છે. દરમ્યાન આ મામલે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઠેર-ઠેર પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજ રોજ અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કોંગ્રેસે ધરણાં કાર્યક્રમ શરૂ કર્યો છે.

LIVE

  • રાહુલ ગાંધીને ED સમન્સ મામલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કરતા અટકાયત

  • રાહુલ ગાંધીની ED ઓફિસમાં બે કલાક કરતા વધુ સમય સુધી પૂછપરછ કરાઇ, 10થી વધારે પ્રશ્નો તૈયાર કરાયા
  • કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમ્યાન જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ
  • અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં અસહ્ય ગરમીના કારણે વીરજી ઠુમ્મર બેભાન થઈ ઢળી પડ્યા

  • ED ઓફિસની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો
  • ED ઓફિસ સુધી કોંગી નેતાઓએ કૂચ શરૂ કરી
  • રાહુલ ગાંધીને EDએ સમન્સ પાઠવતા અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
  • રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન

ગુજરાત સહિત સમગ્ર દેશમાં EDની ઓફિસની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધીને ED સમન્સના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદના GMDC કન્વેન્શન હોલ પહોંચી ગયાં છે. આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં EDની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

અમિત ચાવડાની ભાજપને ગર્ભિત ચીમકી

દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું: પરેશ ધાનાણી

આ મામલે પરેશ ધાનાણીએ કહ્યું, 'દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નંખાઈ રહ્યો છે.

 

ભાજપની આ તાનાશાહી છે: જગદીશ ઠાકોર

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ધરણાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. જ્યાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'તેઓ અહિંસક રીતે વિરોધ નોંધાવી રહ્યાં છે. પરંતુ જો પરવાનગી નહીં આપવામાં આવે તો પણ તેઓ પરવાનગી વિના વિરોધ કરશે. ગેનીબેનને ભાજપમાં લઇ જવા માટે ભાજપ તેઓની સામે કેસ કરે છે. ભાજપની આ તાનાશાહી છે.'

આ ઉપરાંત ધરણા કાર્યક્રમમાં પહોંચેલા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે, 'ભાજપે સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે.'

દેશભરમાં કાર્યકર્તાઓ અને નેતાઓનું વિરોધ પ્રદર્શન

જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સમન કરવાના EDના નિર્ણય અને કોંગ્રેસની તાકાત બતાવવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે પી. ચિદમ્બરમે કહ્યું, 'હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે બોલું છું. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને EDના સમન્સ પાયાવિહોણા છે. કોંગ્રેસના સભ્ય તરીકે હું પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરીશ અને ED ઓફિસ સુધીની કૂચમાં જોડાઈશ.


ડરપોક સરકારે હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરી- સુરજેવાલા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કાયર મોદી સરકારે કેન્દ્રીય દિલ્હીને છાવણીમાં ફેરવી નાખી છે. સેંકડો પોલીસ બેરીયર અને હજારો પોલીસ જવાનો તૈનાત કરીને શું સાબિત કરવા માગે છે. હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ શા માટે ? સત્યનું આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રણદીપ સિંહ સૂરજેવાલા, રજની પટેલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને થિરુનાવુક્કારાસર સુને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.

 


અશોક ગેહલોત- દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આજે દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. PMએ દેશને મેસેજ આપવો જોઈએ કે, હિંસા સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ED સમક્ષ હાજર થાય તે પહેલા રાહુલ ગાંધી સાથે તેમની એકતા વ્યક્ત કરવા માટે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા.


જાણો શું છે આખો કેસ?

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. 2012થી આ કેસ ચાલી રહ્યો છે. કેસ અંતર્ગત આરોપ છે કે, કોંગ્રેસ નેતાઓએ યંગ ઈંડિયન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ (AJL)નું અધિગ્રહણ, ગોલમાલની સાથે પુરુ કર્યું અને લગભગ 5 હજાર કરોડની સંપત્તિ બનાવી લીધી.

 


2012માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક જાહેરહીતની અરજી કરી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ જે આરોપ લગાવ્યો હતો, તેમાં એવું પણ સામેલ હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ફ્રોડ કરીને એજેએલને પોતાનું બનાવી લીધું હતું. સાથે જ નેશનલ હેરાલ્ડ. કૌમી આવાજના પબ્લિકેશન રાઈટ્સ પણ લઈ લીધા હતા. તેના માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ મેળવી લીધી હતી. જ્યારે આ પ્રોપર્ટી સરકાર દ્વારા ફક્ત અખબરોની પબ્લિશિંગના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. પણ કોંગ્રેસ નેતાઓએ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ભાડાની આવાક સાથે પાસપોર્ટ કાર્યાલય ચલાવવા માટે કર્યો.

નેશનલ હેરાલ્ડ કેસ

1) નેશનલ હેરાલ્ડ 1938 માં શરૂ કરવામાં આવેલું એક વર્તમાનપત્ર હતું જે ખરેખર તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં મગજની નીપજ હતું.

2) 1947 માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તેમણે કારભાર સંભાળ્યો ત્યાર પછીથી અખબરનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

3) કોંગ્રેસ પક્ષની વિચારધારાને આકાર આપવામાં આ વર્તમાન પત્રએ મોટો ભાગ ભજવ્યો હતો. અંગ્રેજી અખબારોમાં તે એક મહત્વનું અને અગ્રણી વર્તમાન પત્ર બની ગયું હતું. તેને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નાણાંકીય મદદ મળતી રહી હોવાની ચર્ચા છે.

4) હિન્દીમાં નવજીવન, ઉર્દુમાં કોમી અવાજ અને ઈંગ્લિશમાં નેશનલ હેરાલ્ડ એસોસીએટેડ જર્નલ દ્વારા ચલાવવામાં આવી રહ્યાં હતા.

5) ધીમે ધીમે આ ન્યૂઝપેપર્સનું વેચાણ ઓછું થઈ જતાં વર્તમાન પત્ર પર 90 કરોડનું દેવું થઈ ગયેલું. પરંતુ 2008 માં આ ન્યૂઝપેપરે પોતાનું કામકાજ બંધ કર્યું હતું અને 2016 માં તેનું ડિજિટલ પબ્લિકેશન શરૂ થયું હતું.

6) આ દેવું ભરપાઈ કરવા માટે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.   જેમાં મોટા ભાગની માલિકી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગાંધીનાં નામે હતી. તેમણે એસોસીએટેડ જર્નલને ખરીદી લીધી અને ત્યાંથી ફૂટ્યો કૌભાંડનો ભાંડો.

7) ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક PIL નાખી અને કોંગ્રેસનાં નેતાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

8) સ્વામીએ 2012 માં દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડીસ, સામ પિત્રોડા અને સમન દુબે પર નુકસાનમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરને છેતરપિંડીથી અને પૈસાની હેરફેરીથી હડપ કરી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

8) સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે 2000 કરોડની કંપનીની બિલ્ડિંગ પર કબજો જમાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હજારો કરોડની કંપનીને માત્ર 50 લાખ રૂપિયામાં કેવી રીતે ખરીદવામાં આવી?

9) 2015 માં ED દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

10) 2015 માં દિલ્હીની પટિયાલા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ