બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress leader Shaktisinh Gohil statement on Hardik Patel displeasure Gujarat

રાજનીતિ / 'મેં હાર્દિક પટેલને નાનાભાઈની જેમ રાખ્યો છે' : કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નારાજગી અંગે મહત્વનું નિવેદન

Hiren

Last Updated: 05:27 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રસના નેતાઓની નેતાગીરીથી નારાજ છે. હાર્દિક પટેલ.. કોંગ્રેસ છોડવાના સંકેતો પર સંકેતો આપી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહે તેની નારાજગી અંગે નિવેદન આપ્યું છે.

  • હાર્દિક પટેલની નારાજગીને લઇને શક્તિસિંહ ગોહિલે આપ્યો જવાબ
  • મેં તેને નાનાભાઈ જેમ રાખ્યો છેઃ શક્તિસિંહ ગોહિલ
  • ભાજપમાં નહીં પણ અમારે ત્યાં આંતરિક લોકશાહી છેઃ શક્તિસિંહ

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પોતાને મજબૂત બનવાની તૈયારી કરી રહી છે. ત્યારે રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આંતરીક લોકશાહીને લઈને પ્રહારો કરતા કહ્યું કે હાર્દિકનું નિવેદન કોંગ્રેસની આંતરીક લોકશાહીને દર્શાવે છે ભાજપમાં કોઈ આવી રીતે બોલી બતાવે. 

હાર્દિક પટેલની નારાજગી મુદ્દે શક્તિસિંહે કહ્યું કે, હાર્દિક યુવાન નેતા છે તેની લાંબી કેરિયર છે. મેં તેને નાનાભાઈ જેમ રાખ્યો છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, જ્યારે ભાજપમાં કોઇ બોલી શકતું નથી.

જોકે શક્તિસિંહે સલાહ આપતા કહ્યું કે, આંતરિક લોકશાહી છે પરંતુ શિસ્તમાં રહેવું જરૂરી છે. આંતરિક લોકશાહી અશિસ્ત સુધી ન જાય. પક્ષને નુકસાન થાય તેવું જાહેરમાં ન બોલવું જોઇએ. કોંગ્રેસમાં હીરો હોય, ભાજપમાં જઇને ઝીરો થયા છે. કેટલાક લોકો અનુભવ લઇને પાછા પણ આવ્યા છે. નારાજ લોકો અમારા સંપર્કમાં હોય છે. તે સિવાય વધતી મોંઘવારીને લઈને પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. સાથે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ સાથે ઉતરશે તેની પણ માહિતી આપી હતી.

કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દેઃ હાર્દિક પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. ત્યારે હાર્દિક પટેલ ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે,  કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિકે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.

રેશ્મા પટેલે NCPમાં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું

છેલ્લા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે NCPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે મોટું હાર્દિક પટેલને NCPમાં જોડાવવાનું આમંત્રણ આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. રેશ્મા પટેલે જણાવ્યું કે મારી હાર્દિક ભાઈને હાર્દિક સલાહ છે કે, જો તેઓ ભાજપમાં જવાનું વિચારતાં હોય તો ટાળે, અમે ડૂબકી મારીને બહાર નીકળ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ