બ્રેકિંગ ન્યુઝ
VTV / Conditions To Travel In Special Trains For Migrant Workers Students And Others During Lockdown
Bhushita
Last Updated: 10:14 AM, 2 May 2020
ADVERTISEMENT
The first batch of students from Jharkhand in Kota has left for Ranchi. I thank the central government, Ashok Gehlot ji & office bearers in the Rajasthan government for their assistance. Another train will commence its journey for Dhanbad tomorrow: Jharkhand CM Hemant Soren pic.twitter.com/KmEgoMZIhY
— ANI (@ANI) May 1, 2020
ADVERTISEMENT
કોરોના વાયરસના કારણે સરકારે અચાનક જાહેર કરેલા લૉકડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. તેમને હવે 40 દિવસ પછી પણ વતન પહોંચાડવા માટે રેલ્વેની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે વિનંતી કરી હતી કે ટ્રેનોને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચલાવવામાં આવે. એટલે કે, આ ટ્રેનો ક્યાંય રોકાશે નહીં. પહેલા દિવસે શુક્રવારે જુદી જુદી રૂટ પર છ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ ટ્રેનો ચલાવવા માટે બંને રાજ્યોની (જનારા અને પહોચનારા) સંમતિ જરૂરી છે. સામાન્ય મુસાફરોને આ ટ્રેનોમાં બેસવા દેવામાં આવશે નહીં. સરકારે કેટલીક શરતો પણ નિર્ધારિત કરી છે, ત્યારબાદ જ ટ્રેનો ચલાવવામાં આવશે.
બનશે પેસેન્જર્સનું લિસ્ટ
રાજ્ય સરકાર આ વિશેષ ટ્રેનોમાં મુસાફરોની યાદી બનાવશે. સ્થળાંતરિત મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓએ તેમના ગૃહ રાજ્યમાં અરજી કરવી આવશ્યક છે. ત્યાંના નોડલ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવનારી આ સૂચિ રેલ્વેને સુપરત કરવામાં આવશે. વહીવટ દ્વારા નક્કી કરાયેલા લોકોને જ સ્ટેશને પહોંચવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય કોઈને પણ ટ્રેનોમાં બેસવા દેવામાં આવશે નહીં.
થશે શ્રમિકોનું સ્ક્રીનિંગ
જે રાજ્યમાંથી ટ્રેન દોડશે, ત્યાં સ્ટેશને મુસાફરોની સ્ક્રીનીંગ કરવામાં આવશે. બધાને સ્ક્રીનિંગમાંથી પસાર થઈને તંદુરસ્ત ગણ્યા પછી જ ટ્રેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ લક્ષણો જોવા મળે છે, તો તે હોમ સ્ટેટને બદલે સીધા જ કવૉરેન્ટાઈન કેન્દ્ર અથવા ઘરના એકાંતમાં મોકલી શકાય છે.
Madhya Pradesh: A'Shramik Special train' carrying migrant labourers arrived at Misrod railway station (near Bhopal) from Nashik, Maharashtra today. All passengers will be screened by health officials before departure to their respective districts in the state. #COVID19Lockdown pic.twitter.com/xJcY8RtqhO
— ANI (@ANI) May 2, 2020
અહીં મળશે ભોજન
જે રાજ્યથી ટ્રેન ચાલશે ત્યાં જ આ પ્રવાસીઓને માટે ખાવાનું અને પાણીની તમામ વ્યવસ્થા થશે. આ વ્યવસ્થા સ્ટેશન પર જ કરવામાં આવશે.
દરેકને માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી
આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે દરેક યાત્રીએ ફેસ માસ્ક લગાવવાનું જરૂરી છે. સ્ટેશનથી લઈને આખા દિવસના પ્રવાસમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે.
Maharashtra: A 'Shramik Special train' carrying migrant labourers leaves from Nashik railway station for Bhopal, Madhya Pradesh. #COVID19Lockdown pic.twitter.com/cKS3s3WuzK
— ANI (@ANI) May 1, 2020
દરેક કોચમાં નક્કી હશે યાત્રીઓની સંખ્યા
સામાન્ય રીતે ટ્રેનના કોચ કીડિયારાની જેમ ભરાયેલા હોય છે પણ કોરોના સંક્રમણમાં આવું નહીં બને. ટ્રેનમાં 72ને બદલે 54 યાત્રીઓ જ કરી શકશે મુસાફરી. એટલે સોશ્યલ ડિસ્ટન્સને મેન્ટેન કરાશે.
પોતાના રાજ્ય પહોંચતા જ થશે સ્ક્રીનિંગ
એકવાર ટ્રેન તેના લક્ષ્યસ્થાને પહોંચ્યા પછી, મુસાફરોને ત્યાંના સ્ટેશન પર પણ તપાસવામાં આવશે. પ્રોટોકોલ સમાન રહેશે. જો કોવિડ -19 ના લક્ષણો જોવા મળે, તો તે સીધા જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે. જો ત્યાં કોઈ લક્ષણો નથી, તો મુસાફરોને ઘરે જવા દેવામાં આવશે. જો કે, તેઓને 14 દિવસ ઘરના એકાંતમાં રહેવું પડશે.
પોલીસ સ્ટેશનમાં પણ મજૂરો ભરી રહ્યા છે ફોર્મ
મુંબઈમાં રહેનારા પ્રવાસી મજૂરોને જ્યારે ખ્યાલ આવ્યો કે સરકાર તેમને પોતાના રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી રહી છે તો તેઓ ખુશ થયા. અનેક મજૂરોને પોલીસ સ્ટેશન પહોંચીને ફોર્મ જમા કર્યું. ફોર્મ પ્રશાસનની મદદથી સરકાર સુધી પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.