બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

VTV / ભારત / commando is not here what kind of statements used to give on lic pm modi attack on rahul gandhi rajya sabha

રાજ્યસભા / 'ગામમાં બંગલો હોય, હાથમાં આવતો ન હોય તો ફેલાવવાનું કે ભૂતિયો છે', PM મોદીનો રાહુલને ટોણો

Hiralal

Last Updated: 04:17 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીને કમાન્ડો ગણાવીને તેમણે તેમના આરોપના જવાબ આપ્યાં હતા.

  • રાજ્યસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર કર્યો કટાક્ષ 
  • એક કમાન્ડો અહીં નથી જેઓ એલઆઈસી પર ભ્રમ ફેલાવી રહ્યાં હતા
  • ગામનો બંગલો હાથમાં ન આવતો હોય તો ભૂતિયો બનાવી દેવો તેવું છે

પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં ભાષણ આપતી વખતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં એક કમાન્ડો હાજર નથી, જેઓ એલઆઈસી વિશે ખોટા ખોટા નિવેદનો આપતાં હતા, ભ્રમ ફેલાવતા હતા. તેઓ બોલતાં કે એલઆઈસી આવી થઈ છે તેવી થઈ છે. એલઆઈસી વિશે જેટલું પણ ખરાબ બોલાય તેટલું તેઓ બોલ્યાં હતા. આતો એવું છે કે ગામના કોઈનો મોટો બંગલો હોય અને હાથમાં ન આવતો હોય તો ભ્રમ ફેલાવાનો કે ભૂતિયો છે પછી હડપી લેવાનો. 

એલઆઈસીની વાત કરીને પીએમ મોદીએ રાહુલને આપ્યો જવાબ 
પીએમ મોદીએ કહ્યું કે આજે એલઆઈસીનું શું સ્થિતિ છે. આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે કારોબાર કરી રહ્યા છે. હવે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે પીએસયુ બંધ થઈ રહ્યા છે. તેમને યાદ પણ નહીં હોય કે તે શું છે, કોઇએ તેમને એમ કહેતા પકડ્યા કે જો તેઓ બોલે છે તો બોલી રહ્યા છે. 2014માં દેશમાં 234 પીએસયુ હતા. આજે 254 પીએસયુ છે. આજકાલ મોટા ભાગના પીએસયુ રેકોર્ડ રિટર્ન આપી રહ્યા છે. રોકાણકારોનો વિશ્વાસ પીએસયુ તરફ વધી રહ્યો છે. શેર બજારને જાણતો નાનો છોકરો પણ તેને સમજે છે અને જો તેને ખબર ન હોય તો કોઇએ પૂછવું જોઇએ.

પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ 
મોદીએ કહ્યું કે એક વર્ષની અંદર જાહેર સાહસોમાં લગભગ બે ગણો ઉછાળો આવ્યો છે. 2004-14 વચ્ચે પીએસયુનો ચોખ્ખો નફો 1.25 લાખ કરોડ હતો અને હવે આ દસ વર્ષમાં પીએસયુનો નફો 2.5 લાખ કરોડ થયો છે. અમારાં 10 વર્ષમાં પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ છે. તમારે ખુશ થવું જોઈએ, એવો ભ્રમ ન ફેલાવો કે બજારમાં સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. તમે તે કરી શકતા નથી. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોની ઇજ્જત એટલી બધી છે કે હવે તેમણે યુવરાજને સ્ટાર્ટઅપ બનાવી દીધો છે. પણ તેઓ નોન-સ્ટટર છે તે (રાહુલ) ન તો લિફ્ટ થઈ રહ્યાં છે કે ન તો લોન્ચ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ