બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel expressed gratitude to the Prime Minister on behalf of all Gujaratis on the historic occasion of Ram Mandir Pran Pratistha.

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નાગરિકોને પાઠવી શુભેચ્છા, કહ્યું આતુરતાનો અંત

Dinesh

Last Updated: 06:18 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya ram mandir: મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો

  • અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  • મુખ્યમંત્રીએ પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી
  • ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો: CM


22 જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી  રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા
આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વાંચવા જેવું: પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામ આપ્યા સાક્ષાત દર્શન, ઐતિહાસિક ક્ષણ ચૂકી ગયા હોય તો જોઈ લો આ વીડિયો

રામ મંદિરની આ 10 ખાસ વાતો 

  • મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તમે પૂર્વ દિશાથી મંદિરમાં પ્રવેશ કરી શકશો. દક્ષિણ દિશામાંથી એક્ઝિટ હશે. મંદિરનું સુપરસ્ટ્રક્ચર ત્રણ માળનું હશે. ભક્તો પૂર્વ દિશામાંથી 32 સીડીઓ ચઢીને મુખ્ય મંદિરે પહોંચશે.
  • મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે.
  • મંદિરમાં પાંચ મંડપ હશે. જેને નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ નામ આપવામાં આવ્યું હતું. 
  • ભગવાન શ્રી રામ ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહમાં બિરાજશે. પહેલા માળે ભગવાન રામનો આખો દરબાર શણગારવામાં આવશે. થાંભલાઓ અને દિવાલો પર દેવી, દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે.
  • મંદિર પાસે પ્રાચીન કાળનું સીતાકૂપ જોઈ શકાય છે. સંકુલના ચાર ખૂણામાં સૂર્ય, ભગવતી, ગણેશ અને શિવના મંદિરો બનાવવામાં આવશે. ઉત્તર અને દક્ષિણ ભાગમાં અન્નપૂર્ણા અને હનુમાનજીના મંદિરો હશે. મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, અગાસ્ય, નિષાદ રાજ, શબરીના મંદિરો પ્રસ્તાવિત છે. 
  • મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જમીન પર બિલકુલ કોંક્રિટ નથી. મંદિરની નીચેનો પાયો 14 મીટર જાડા રોલર કોમ્પેક્ટેડ કોંક્રીટ (RCC)થી નાખવામાં આવ્યો છે. તેને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. 
  • મંદિરને માટીના ભેજથી બચાવવા માટે ગ્રેનાઈટથી 21 ફૂટ ઊંચો પ્લિન્થ બનાવવામાં આવ્યો છે. આખું કેમ્પસ કુલ 70 એકરનું છે. 70 ટકા વિસ્તાર હરિયાળો રહેશે. પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 
  • મંદિર પરિસરમાં બાથરૂમ, શૌચાલય, વોશ બેસિન, ખુલ્લા નળ વગેરેની પણ સુવિધા હશે. મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ રહેશે.
  • 25 હજારની ક્ષમતા સાથે મુલાકાતી સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓનો સામાન રાખવા માટે લોકર અને તબીબી સુવિધાઓ હશે.
  • મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ હશે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે. દક્ષિણ-પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ