બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Chintan camp by Textile Job Work Association after triple murder in Amroli, big decision taken

સુરત / અમરોલીમાં ટ્રિપલ મર્ડર બાદ ટેક્સટાઈલ જોબ વર્ક એસોસિએશન દ્વારા ચિંતન શિબિર, લેવાયો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 07:43 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અમરોલીમાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલ ત્રિપલ મર્ડર મામલે એસોસિયેશન દ્વારા આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • સુરત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટ્રિપલ મર્ડર મામલો
  • ફોગવા એસો. દ્વારા ચિંતન શિબિર યોજાઈ
  • કામ પર રાખતા પહેલા કારીગરોનું ભરાશે KYC ફોર્મ

સુરતના અમરોલીમાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલ ત્રિપલ મર્ડર મામલે એસોસિયેશન દ્વારા આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્સટાઈ જોબ વર્ક એસોસિયેશન, ફોગવા દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ફરી આવી ઘટના ન બે તે જરૂરી છે. જે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કારીગરોને નોકરી પર રાખતા પહેલા તેમનું KYC ફોર્મ ભરવામાં આવશે. તેમજ ટેક્સટાઈલ વિવર્સ એસોસિયેશનની કમિટીમાં પોલીસ અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવશે.

ગૃહરાજ્ય મંત્રીએ સાત દિવસમાં ચાર્જશીટ કરવાની ખાત્રી આપી હતી
અમરોલીની ચકચારિ મર્ડર કેસમાં આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં સમગ્ર બાબતે હથિયાર ક્યાં છુપાવ્યું, અન્ય ક્યાં ગુનામાં સંડોવણી તપાસમાં રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. આરોપીની ચાર્જશીટ 7 દિવસમાં રજુ કરવા રાજ્યગૃહમંત્રીએ ખાત્રી આપી હતી. ત્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી પૂછપરછ કરી હતી.

અમરોલી ચકચારીત ત્રીપલ મર્ડર કેસ મામલો 
કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં કારીગરે તેના મળતીયાઓને બોલાવી કારખાનાના માલિક પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી કારખાના માલિક અને તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેયના મોત નિપજ્યાં છે.

SITની રચના કરવામાં આવી હતી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી જેમાં SITની રચના કરવામાં આવી હતી. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ ગઈકાલે જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ