બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Chennai Super Kings donated crores to this party through Electoral Bond, revealed the report

Chennai Super Kings / Electoral Bondમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે આ પાર્ટીને કર્યું કરોડોનું દાન, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Megha

Last Updated: 01:23 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે ચૂંટણી દાન સાથે જોડાયેલી વિગતો સાર્વજનિક થવા લાગી છે, એવામાં IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ પણ તેમાં જોડાઈ ગયું છે.

અત્યારે ઈલેક્ટોરલ બોન્ડને લઈને રાજકારણ ગરમાયું છે. એ તો જાણીતું જ છે કે સુપ્રીમ કોર્ટથી લઈને ચૂંટણી પંચ આના પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIને પણ ફટકાર લગાવી હતી, કારણ કે બેંકે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપી ન હતી. 

એવામાં જાણીતું છે કે ઘણી કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દેશની પાર્ટીઓને ફંડિંગ આપ્યું હતું, જેના વિશે ખુલાસો થઈ રહ્યો છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ પણ એક પાર્ટીને જંગી ફંડિંગ આપ્યું હતું. આ માહિતીએ બધાને ચોંકાવી દીધા છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ પણ સામેલ છે. અગ્રણી IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) એ AIADMKને ચૂંટણી બોન્ડ દ્વારા કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 'ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ' નામની કંપની દ્વારા ચલાવવામાં આવે છે, જેની મૂળ સંસ્થા ઈન્ડિયા સિમેન્ટ છે, જેના માલિક એન શ્રીનિવાસન છે. જેણે ચૂંટણી બોન્ડ્સ દ્વારા AIADMKને ચૂંટણી દાન આપ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે પોતે 'ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ' એટલે કે તમિલનાડુની AIADMK પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. અહેવાલ મુજબ, AIADMKને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ. 6.05 કરોડ મળ્યા હતા. તેમાંથી લગભગ 90 ટકા પૈસા CSK ક્રિકેટ લિમિટેડ (ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના ડિરેક્ટર) પાસેથી આવ્યા છે.

વધુ વાંચો: શું છે ઈલેક્ટોરલ બોન્ડ? જેની પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, 5 સવાલના જવાબમાં જાણો આ વિવાદ

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડે બે દિવસમાં AIDMKને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ 2 થી 4 એપ્રિલ 2019 વચ્ચે આપવામાં આવી હતી. જો કે, તે પછી પાર્ટીને CSK ક્રિકેટ લિમિટેડ તરફથી કોઈ પૈસા મળ્યા નથી. જાણીતું છે કે ડીએમકેને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂ. 656.6 કરોડ મળ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ