બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Change the name India with Bharat says virendra sehwag in his post, Amitabh Bachchan wrote bharat mata ki jay

દેશ / ઈન્ડિયા નહીં હવે ભારત કહો: દેશનું નામ બદલવા લઈને સ્પોર્ટ્સથી લઈને બોલિવૂડમાં પણ ઉઠ્યો અવાજ, અમિતાભ અને સહેવાગે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 05:34 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે BCCI પાસે માંગ કરી છે કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર Indiaની જગ્યાએ 'ભારત' લખવામાં આવે. એટલું જ નહીં બોલિવૂડ કિંગ અમિતાભ બચ્ચને પણ આ મુદે પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • વીરેન્દ્ર સહેવાગે BCCI અને સચિવ જય શાહને કરી માંગ
  • વર્લ્ડ કપમાં ટીમની જર્સી પર ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવા માંગ
  • દેશનું નામ ભારત કરવા માટે ચાલી રહેલી ચર્ચા દરમિયાન કર્યું આ ટ્વીટ

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' કરવાની વાતો થઈ રહી છે. આ વચ્ચે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે મોટી માંગ કરી છે. તેમણે BCCI પાસે માંગ કરતાં લખ્યું કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર ઈન્ડિયાની જગ્યાએ ભારત લખાવું જોઈએ. એટલું જ નહીં બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર એવા અમિતાભ બચ્ચને પણ આ મુદે પોતાની પ્રતિક્રિયા આપી છે.

BCCI અને તેના સચિવ જય શાહને ટેગ કરી લખ્યું
સહેવાગે આ પોસ્ટમાં BCCI અને તેના સચિવ જય શાહને ટેગ કરતાં લખ્યું કે હું હંમેશાથી માનું છું કે નામ એવું હોવું જોઈએ કે જે આપણામાં ગર્વ પેદા કરે. આપણે ભારતીય છે. ઈન્ડિયા નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને આપણું મૂળ નામ 'ભારત' ને સત્તાવાર ધોરણે પાછું મેળવવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. તેમણે આગળ અપીલ કરતાં લખ્યું કે વર્લ્ડ કપમાં ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હોવું જોઈએ.

નેધરલેન્ડ્સ, બર્મા વગેરેએ પોતાનું નામ બદલી દીધું
સહેવાગે BCCIની પોસ્ટ રીપોસ્ટ કરતાં લખ્યું કે આપણે ટીમ ઈન્ડિયા નહીં ટીમ ભારત છીએ. આ વર્લ્ડકપમાં જ્યારે આપણે કોહલી, રોહિત, બુમરાહ, જડ્ડૂને ચીયર કરીએ તો આપણાં દિલમાં ભારત હોવું જોઈએ અને ખેલાડીઓ પણ એ જર્સી પહેરે જેના પર ભારત લખેલું હોય. તેમણે કહ્યું કે જ્યારે 1996માં નેધરલેન્ડ્સની ટીમ વર્લ્ડકપ રમવા ભારત આવી હતી ત્યારે તેમનું નામ હોલેંડ હતું પણ 2003માં જ્યારે આપણે તેમને મળ્યાં ત્યારે તેઓ નેધરલેન્ડસનાં નામે રમી રહ્યાં હતાં. બર્માએ પણ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલું નામ બદલીને મ્યાનમાર કરી લીધું છે.

અમિતાભ બોલ્યાં, ભારત માતા કી જય
હાલમાં અમિતાભ બચ્ચનનો એક ટ્વીટ ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો વિચારી રહ્યાં છે કે આખરે શા માટે બીગ બીએ આવું લખ્યું હશે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી 'ભારત માતાની જય'નો નારો બુલંદ કર્યો. તેમનો આ ટ્વીટ હાલમાં દેશમાં ચાલી રહેલી ચર્ચા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવા ઈચ્છે છે અને સમગ્ર દેશમાં પણ આ મુદે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન જ અમિતાભ બચ્ચને આ ટ્વીટ કર્યું હોવાને લીધે લોકો વિચારમાં પડી ગયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ