બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Centre To Fence Myanmar Border, End Free Movement Into India

આસામ / BIG NEWS : અમિત શાહનું મોટું એલાન, મ્યાનમાર સરહદનું ફેન્સીંગ કરાશે, અચાનક કેમ લીધો નિર્ણય?

Hiralal

Last Updated: 04:33 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે અમિત શાહે ભારત સાથેની મ્યાનમારની સરહદે તારની વાડ બનાવવાનું એલાન કર્યું છે.

  • મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રીનો મામલો
  • ભારત મ્યાનમાર સરહદે તારની વાડ બનાવી દેશે
  • તાજેતરના સમયમાં 600 લોકો ભારતમાં પ્રવેશ્યાં 

મ્યાનમારના લોકોની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મામલે કેન્દ્ર સરકારે પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ગેરકાયદેસર એન્ટ્રી અટકાવવા માટે ભારત મ્યાનમાર સરહદે તારની વાડ બનાવશે. મ્યાનમારમાં વંશીય અથડામણને કારણે ત્યાંના સૈનિકો ભારતમાં ખોટી રીતે ઘુસી રહ્યાં છે. અમિત શાહે આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું હતું કે, "મ્યાનમાર સાથેની ભારતની સરહદને બાંગ્લાદેશ સાથેની સરહદની જેમ સુરક્ષિત કરવામાં આવશે.

મિઝોરમમાં લઈ રહ્યાં છે ગેરકાયદેસર આશ્રય 
છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ - અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.

600 સૈનિકો ભારતમાં મ્યાનમારમાં પ્રવેશ્યાં
ઉલ્લેખીય છે કે મ્યાનમારમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે વંશિય અથડામણો ચાલી રહી છે જેને કારણે ત્યાંથી પલાયન શરુ થયું છે. તાજેતરના સમયામં 600થી વધુ સૈનિકો મિઝોરમમાં ઘુસ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ