સરકાર 8 મહિનાથી બાકી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને જલ્દી જ નિર્ણય કરી શકે છે.
સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર
મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ખાતામાં આવશે બાકીના પૈસા
કેન્દ્ર સરકાર જલ્દી જ પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી શકે છે. જાણકારી અનુસાર સરકાર 8 મહિનાથી બાકી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને જલ્દી જ નિર્ણય કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, કેબિનેટની આવતી બેઠકમાં તેને લઈને ચર્ચા થઈ શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં વધારો થઈ શકે છે. કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરી 18 હજાર રૂપિયાની જગ્યા પર 26 હજાર રૂપિયા થઈ શકે છે.
હકીકતે, નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીની માંગ છે કે સાતમાં પગાર હેઠળ 18 મહિનાથી પેંડિંગ DA એરિયરને પણ વન ટાઈમ સેટલમેન્ટ કરી દેવામાં આવશે. તેને લઈને જેસીએમ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેંનિગ અને નાણા મંત્રાલયની વચ્ચે એરિયર પર વાતચીત કરવામાં આવી છે.
જેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તેના અનુસાર, કેન્દ્ર સરકારની તરફથી કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે. જોકે તેમાં કેટલો વધારો થશે અને ક્યારે તેનું એલાન થશે તે કહેવું મુશ્કેલ છે.
3 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થુ
એવું માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થુ 31 ટકાથી વધીને 34 ટકા થઈ શકે છે. તેના કારણે બજેટ 2022માં પણ ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય થવાની સંપૂર્ણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તેના પર કેબિનેટ પાસેથી મંજૂરી મળવા પર આ બજેટની ચર્ચામાં શામલ કરી દેવામાં આવશે.
મહત્વનું છે કે કેન્દ્રીય ક્રમચારીઓની સેલેરી વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટનો જ ઉપયોગ થાય છે. જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને વધારે છે તો કર્મચારીઓનું ન્યૂનતમ મુળ વેતન એટલે કે બેસિક સેલેરી વધીને 26,000 થઈ શકે છે. જો બજેટ પહેલા કેબિનેની મંજૂરી મળી જાય છે તો બની શકે છે કે બજેટ પહેલા તે લાગુ પણ કરી દેવામાં આવે.
લાંબા સમયથી થઈ રહી છે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે કે તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધીને 3.68 ટકા કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને લઈને સરકાર વિચાર કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટથી મંજૂરી મળી શકે છે. કેબિનેટના અપ્રૂવલ બાદ તેને એક્સપેન્ડિચરમાં શામેલ કરવામાં આવી શકે છે.