નિર્ણય /
CBSEએ ધોરણ 10-12ના પરિણામને લઇને કરી મહત્વની જાહેરાત
Team VTV12:23 PM, 26 Jun 20
| Updated: 12:27 PM, 26 Jun 20
CBSE અને ICSE દ્વારા સુપ્રિમ કોર્ટમાં જણાવામાં આવ્યું છે કે બોર્ડ પરીક્ષાઓનું પરિણામ મધ્ય જુલાઇ સુદીમાં જાહેર કરી દેશે. CBSE 10 અને 12માં ધોરણનું પરિણામા 15 જુલાઇ પહેલા જાહેર કરી દશે. સુપ્રીમ કોર્ટમાં અંગેની જાણકારી પરીક્ષાનું સંચાલન કરનારા સંયમ ભારદ્વાજે આપી છે. ભારદ્વાજે સુપ્રીમમાં કહ્યું કે જો 12માં ધોરણનો વિદ્યાર્થી વૈકલ્પિક પરીક્ષામાં સામેલ થશે તો પરીક્ષામાં મેળવેલા માર્ક જ અંતિમ ગણાશે.
જ્યારે ICSE ના વકીલે CBSE બોર્ડના આ સુચનોને સ્વીકાર કર્યા છે. જેમાં CBSE દ્વારા જણાવામાં આવ્યું કે પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થી માટે વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ICSE એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે 10 અને 12માં બંને ધોરણ માટે બાકી રહેલી પરીક્ષા આપાવાનો વિકલ્પ આપશે. જો કે, CBSE એ માત્ર 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જ વિકલ્પ આપ્યો છે.
CBSE દ્વારા નવું નોટિફિકેશન અને સોંગદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું છે.
CBSEએ સુપ્રિમમાં શું કહ્યું...
હવે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા પુરી કરી લીધી છે, તેમનું સામાન્ય રીતે પરિણામ આવશે
જે વિદ્યાર્થીઓએ 3થી વધારે પેપર આપ્યા છે, બાકી પેપર માટે સર્વશ્રેષ્ઠ 3 વિષયના સરેરાશ પર માર્કસ આપવામાં આવશે
જે લોકોએ 3 પેપર પુરા કર્યા છે, બાકી પરિક્ષાઓ માટે સર્વશ્રેષ્ટ 2 વિષયના સરેરાશ માર્ક મળશે
જે લોકોએ 1 અથવા 2 પેપર આપ્યાં, તેનું પરિણામ બોર્ડના પ્રદર્શન અને આંતરિક - પ્રેક્ટિકલ મૂલ્યાંકનના આધાર પર થશે.