બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / cargo ship on way to india hijacked by houthi terrorists says israel

ઘટના / કોણ છે હૂતી વિદ્રોહી? જેને ભારત આવી રહેલા જહાજને કર્યું હાઇજેક, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું 'ગંભીર ઘટના'

Dinesh

Last Updated: 02:04 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Defense Forces: ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે આ સંબંધમાં ટ્વીટ કર્યું અને કહ્યું કે, દક્ષિણ લાલ સમુદ્રમાં યમન નજીક હુથીઓ દ્વારા માલવાહક જહાજનું અપહરણએ વૈશ્વિક સ્તરે ખૂબ જ ગંભીર ઘટના છે

  • યમનના હુથી આતંકવાદીઓનું એક નાપાક કૃત્ય
  • લાલ સમુદ્રમાં 25 ક્રૂ સભ્યો સાથે એક જહાજ કબજે કર્યું
  • ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે આ મામલે ટ્વીટ કર્યું 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે યમનના હુથી આતંકવાદીઓનું એક નાપાક કૃત્ય સામે આવ્યું છે. અહેવાલ મુજબ યમનના હુથી આતંકવાદીઓએ રવિવારે લાલ સમુદ્રમાં 25 ક્રૂ સભ્યો સાથે એક જહાજ કબજે કર્યું હતું. કદાચ તેઓએ તેને ઇઝરાયેલનું જહાજ માનીને પકડી લીધું હતું, પરંતુ વાસ્તવમાં આ જહાજ તેમનું ન હતું.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વીટ કર્યું 
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે આ સંબંધમાં ટ્વીટ કર્યું અને કહ્યું કે, દક્ષિણ લાલ સમુદ્રમાં યમન નજીક હુથીઓ દ્વારા માલવાહક જહાજનું અપહરણએ વૈશ્વિક સ્તરે ખૂબ જ ગંભીર ઘટના છે. આ એક એવું જહાજ છે જેના પર એક પણ ઈઝરાયેલી નથી. આંતરરાષ્ટ્રીય નાગરિક ક્રૂ સાથે જહાજ તુર્કીથી ભારત માટે રવાના થયું હતું.

જહાજને કબજે કરવામાં આવ્યું 
તમને જણાવી દઈએ કે આ કાર્યવાહી પહેલા યમનના હુથી આતંકવાદીઓએ ઈઝરાયેલના જહાજો સામે ધમકી આપી હતી. અબ્દુલ મલિક અલ-હુથીએ ધમકીમાં કહ્યું હતું કે તેઓ ઇઝરાયેલી કંપનીઓની માલિકીના અથવા સંચાલિત જહાજોને નિશાન બનાવશે. તેણે કહ્યું હતું કે ઈઝરાયેલનો ધ્વજ ધરાવતું કોઈપણ જહાજ સળગાવી દેવામાં આવશે. હુથી આતંકવાદીઓની આ ધમકીઓના થોડા દિવસો પછી જહાજને કબજે કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર જે જહાજને કબજે કરવામાં આવ્યું છે તે બ્રિટિશ કંપનીનું રજિસ્ટ્રેશન છે. આ જહાજનું નામ ગેલેક્સી લીડર છે. હાલમાં તે જાપાનની કંપનીને લીઝ પર આપવામાં આવ્યું હતું. જ્યારે હુથી બળવાખોરોએ તેને કબજે કર્યો ત્યારે વહાણમાં કોઈ ઈઝરાયલી નહોતું પરંતુ યુક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ અને મેક્સિકો જેવા વિવિધ દેશોના ક્રૂ સભ્યો હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ