બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / Carelessness took lives. The car driver opened the door and the bike collided with the truck.
Vishal Khamar
Last Updated: 07:02 PM, 8 July 2023
ADVERTISEMENT
દાહોદમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત નિપજ્યું છે. ત્યારે પાર્ક કરેલી કારનાં ચાલકે દરવાજો ખોલતા બાઈક ભટકાયું હતું. ત્યારે બાઈક અથડાતા પાછળથી આવતી ટ્રકે બાઈકને કચડી નાંખ્યું હતું. APMC સર્કલ પાસે ઘટનાં બનતા થોડા સમય માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતો. ત્યારે ઘાયલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. આ બાબતે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહિ હાથ ધરી હતી.
ADVERTISEMENT
બંને સગાભાઈના મોત થતા પરિવારમાં શોકનો માહોલ
રાજકોટમાં માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભાવેશ અને જીતેન્દ્ર નારીગરા નામના બે ભાઈઓનાં મોત થયા હતા. ત્યારે ટ્રક ચાલકે બે ભાઈઓને હડફેટે લેતા બે સગા ભાઈઓનાં સ્થળ પરજ મોત નિપજ્યા હતા. મિસ્ત્રી કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા બે ભાઈઓનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે કોઠારીયા રોડથી માધાપર ચોકડી જતા સમયે અકસ્માત થયો હતો. આ બાબતે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને ભાઈઓનાં એક સાથે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો
આણંદની સામરખા ચોકડી નજીક ગામડી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈક રોંગ સાઈડે બ્રિજ પર આવતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બાઈક ચાલક રોંગ સાઈડે આવતો હોઈ આઈસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતને પગલે થોડા સમય માટે બ્રિજ પર એક તરફનો માર્ગ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયો હતા. ઘાયલ બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT