બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / captain virat kohli hit a six during second t20 match against england and also broke these records

ક્રિકેટ / વિરાટ કોહલીના જબરદસ્ત શોટ પર ફેન્સ થયા ફીદા, એવી સિક્સ મારી કે ચાહકો આફરીન પોકારી ઉઠ્યા

Published By: Kashyap

Last Updated: 01:46 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ વિવેચકોની બોલતી બંધ કરતાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં શાનદાર અર્ધી સદી ફટકારી હતી. આ સાથે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 3000 રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

  • ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં 49 બોલમાં અણનમ 73 રન બનાવ્યા 
  • સૌથી ઝડપી 12,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર કપ્તાન 
  • ટી-20 માં સૌથી વધારે અર્ધી સદી ફટકારનાર બેટ્સમેન 

ઇશાન કિશનની જોરદાર ઇનિંગ 

ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20માં ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરતાં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપ્યું હતું. ચાહકો અને પસંદગીકારોની આશા પર ખરાં ઊતરતાં ઇશાન કિશને પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર અર્ધી સદી ફટકારી હતી. ઇશાને માત્ર 32 બોલમાં 56 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ઇશનને તેના પ્રદર્શન માટે મેં ઓફ ધ મેચનો ઍવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો બીજા છેડે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ અણનમ 73 રન બનાવી નવા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. 

કોહલીએ આ 3 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા 

કપ્તાન કોહલીએ 49 બોલમાં 73 રન બનાવવાની સાથે 3 મોટા રેકોર્ડ્સ પણ નોંધાવ્યા હતા. આ ઇનિંગ સાથે કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 12,000 રન પૂરા કરનાર કપ્તાન બન્યો હતો. આ સિવાય ટી-20 માં 3000 રન પૂરા કરનાર કોહલી પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન પણ બની ગયો હતો. 

ટી-20 માં સૌથી વધારે અર્ધી સદી ફટકારનાર બેટ્સમેન 

બીજી ટી-20માં વિરાટ કોહલીએ છક્કો મારીને પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે અર્ધી સદીનો રોહિત શર્માનો રેકોર્ડ પણ કોહલીએ તોડી નાખ્યો હતો. રોહિત શર્માએ 108 મેચમાં 25 જ્યારે વિરાટે પોતાની 87 મી મેચમાં 26મી અર્ધી સદી નોંધાવી હતી. 

વિરાટના શૉટ્સ પર ફેન્સ આફરીન 

જે બોલ પર વિરાટ કોહલીએ છક્કો માર્યો હતો તે સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કરનના એક બોલ પર વિરાટે આગળ આવીને ડીપ મિડ ઓફ તરફ એક જબરદસ્ત છક્કો મારીને પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. આ શોટ માટે સોશ્યલ મીડિયામાં કોહલીના ખૂબ વખાણ થયા હતા. આ ઉપરાંત પણ વિરાટે કેટલાક દર્શનીય શૉટ ફટકારી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકોના દિલ જીતી લીધા હતા. 

બીજી ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના બોલરોની બોલિંગ આખરી ઓવર્સમાં ખૂબ સારી રહી હતી જેના પરિણામે ઈંગ્લેન્ડ 20 ઓવરમાં 164 રન બનાવી શક્યું હતું, ત્યાર બાદ ભારતીય બેટ્સમેનો ઇશાન કિશન અને વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનની મદદથી ભારત મેચ જીતી ગયું હતું. આ સાથે 5 મેચની શ્રેણીમાં ભારત અને ઈંગ્લેન્ડ 1-1 મેચ જીતી ચૂક્યા છે માટે આગળની મેચો ખરેખર રસપ્રદ રહેશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Ishan Kishan T20 cricket Virat Kohli ind vs eng Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ