બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / bus-auto rides are also getting expensive, this state has increased fares

મોંઘવારીનો ડામ / જીવવું હરામ કરી મૂકશે આ મોંઘવારી, બસ-ઓટો સવારી પણ થઈ રહી છે મોંઘી, આ રાજ્યે વધાર્યું ભાડું

Hiralal

Last Updated: 06:15 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં હવે મોંઘવારી ટોપ ગીયરમાં આવી છે. કેરળમાં બસ અને ઓટોના ભાડા વધારા કરાયો છે.

  • દેશમાં મોંઘવારીનો હાહાકાર
  • દરરોજ કોઈને કોઈ વસ્તુ કે સેવાના વધે છે ભાવ
  • કેરળમાં વધ્યાં બસ અને ઓટોના ભાડા

પેટ્રોલ, ડીઝલ, ગેસ, ફળફળાદી અને શાકભાજી સહિતની તમામ વસ્તુઓના ભાવમાં થયેલા ધરખમ વધારાએ સામાન્ય જનતાનું જીવવું હવે હરામ બરોબર થયું છે. હવે સામાન્ય લોકો પર ટૂંક સમયમાં મોંઘા ભાડાનો બોજ પડવાનો છે. આવતા મહિનાથી બસ, ઓટો જેવા જાહેર પરિવહનના ભાડામાં વધારો થવાનો છે.

કેરળ સરકારે બસ, ઓટો અને ટેક્સીના લઘુતમ ભાડામાં કર્યો વધારો 

કેરળ સરકારે બસ, ઓટો અને ટેક્સીના લઘુતમ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધેલા ભાડા 1 મે 2022થી લાગુ થશે. અન્ય રાજ્યોની સરકારો પણ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. દિલ્હી અને મુંબઇ જેવા ઘણા શહેરોમાં સીએનજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.જેને જોતા ઓટો અને ખાનગી બસ માલિકો ભાડા વધારાની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારો માટે સરકારી બસોના ભાડા વર્તમાન સ્તરે વધુ લાંબા સમય સુધી જાળવવું મુશ્કેલ બનશે. તેઓને ટૂંક સમયમાં જ બસ ભાડામાં વધારો કરવાની પણ ફરજ પડશે.

ઓછામાં ઓછું ભાડુ 8 રુપિયાથી વધારીને 10 રુપિયા કરાયું 
કેરળના પરિવહન પ્રધાન એન્ટની રાજુએ જણાવ્યું હતું કે બસનું લઘુતમ ભાડું 8 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યું છે. આ પછી, સરકારે પ્રતિ કિલોમીટર ભાડુ 90 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની ટિકિટના દરમાં વધારાના મુદ્દાની તપાસ માટે એક આયોગની રચના કરવામાં આવી છે.

ઓટો ભાડામાં 20 ટકાનો વધારો
એન્ટની રાજુએ જણાવ્યું હતું કે સરકારે ઓટો ભાડામાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. હવે પહેલા બે કિલોમીટર માટે 30 રૂપિયા લેવામાં આવશે. આ પછી, દરેક કિલોમીટર માટે 15 રૂપિયા લેવામાં આવશે. હવે, પહેલા દોઢ કિલોમીટર માટે 25 રૂપિયા અને પછી દરેક કિલોમીટર માટે 12 રૂપિયા લેવામાં આવે છે.

ટેક્સીના ભાડામાં થયો આટલો વધારો 

ટેક્સીના ભાડાની વાત કરીએ તો રાજ્ય સરકારે 1500 સીસીની ક્ષમતા ધરાવતી કાર માટે પ્રથમ 5 કિમીનું લઘુતમ ભાડું ઘટાડીને 200 રૂપિયા કરી દીધું છે. અત્યારે તે 175 રૂપિયા છે. આ ક્ષમતાથી વધુ ક્ષમતા ધરાવતી કારનું લઘુતમ ભાડું 200 રૂપિયાથી વધારીને 225 રૂપિયા કરવામાં આવ્યું છે. 17 કિલોમીટરની જગ્યાએ હવે પ્રતિ કિલોમીટર ટેક્સીઓ 20 રૂપિયા ચાર્જ કરશે. વધેલું ભાડું ૧ મેથી અમલમાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ