બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / bullet train project farmer go to japan court for their land acquisition

વિવાદ / દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાના હક માટે જાપાનની કોર્ટમાં લડવા મજબૂર, જાણો શું છે સમગ્ર મામલો

Gayatri

Last Updated: 12:50 PM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન આગળ વધી રહ્યો છે ત્યારે આ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જે મામલે પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દ. ગુજરાતના ખેડૂતો સરકાર સામે લડીને થાક્યા તો હવે જાપાન પહોંચ્યા છે આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

  • સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર
  • દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંપની વિરુદ્ધ કરશે ફરિયાદ
  • ખેડૂતો જાપાનની કોર્ટમાં કરશે ફરિયાદ 

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંપની વિરુદ્ધ  ફરિયાદ કરશે. 

ખેડૂતો જાપાનની કોર્ટમાં કરશે ફરિયાદ 

જાપાનની કંપની ઉપર દબાણ લાવવા ખેડૂતો કોર્ટમાં જશે. જાપાનની કોર્ટમાં કેસ તૈયારી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમીન અધિગ્રહણનું કાર્ય 40% જ પૂરું થયું હોવાનું ખેડૂત સમાજ ગુજરાતનું કહેવું છે. 

ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે કરવામાં આવેલી અરજીના સંદર્ભે આ ચુકાદો આપ્યો છે અને ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતોની 123 પિટિશનો ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કરેલો છે એ કરવાનો એમને અધિકાર છે. ખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે પણ સરકારે ચૂકવેલ વળતરને યોગ્ય પણ ગણાવ્યું છે.

શું કહે છે હાઈકોર્ટ?

હાઈકોર્ટે કહ્યું કે જો ખેડૂતોને હાલના વળતરથી સંતોષ ન હોય તો ભૂતકાળમાં રાજ્યમાં હાઈ-વે અને એક્સપ્રેસ હાઇ-વે નિર્માણમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલા વળતરને આધારે તેઓ રજૂઆત કરી શકે છે. પ્રોજેક્ટના સોશિયલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટનો મુદ્દો પણ હાઈકોર્ટે ફગાવી દીધો. હાઈકોર્ટે કહ્યું કે એ થયું નથી પંરતુ ઝીકાની ગાઇડલાઇન મુજબ જે સરવે થયો છે તે વાજબી છે.

ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે ચુકાદા આપી પ્રોજેક્ટ આગળ વધારવા લીલી ઝંડી આપી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સામે ગુજરાત સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 320 કિલોમિટરની સ્પીડે દોડનારી બુલેટ ટ્રેન માત્ર ત્રણ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જશે. આ મામલે 1,000 ખેડૂતોએ એકસાથે મળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં અલગ અલગ 123 પિટિશનો દાખલ થઈ હતી.

શું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

  • મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડોર બનશે
  • જેના ઉપર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
  • મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
  • કુલ 508.17 કિલોમિટર અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
  • આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યો છે.
  • જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
  • બાકીના પૈસા ભારતીય રેલવે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરશે.
  • 2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.
  • હવે આ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1 લાખ 10 હજાર કરોડ થઈ ગયો છે.
  • IIM અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે.
  • તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
  • આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.
  • મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર અંદાજે 2.07 કલાકમાં કાપી શકાશે.
  • શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જર મુસાફરી કરી શકાશે. પછી તેની ક્ષમતા 1250ની કરાશે.
  • દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
  • નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ