બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Budget excuses won't work, build roads, provide facilities': HC slaps AMC again

અમદાવાદ / 'બજેટના બહાના નહીં ચાલે, રસ્તા બનાવો, સુવિધા આપો' : HCએ ફરી AMCને ઝાટકી

Mehul

Last Updated: 05:14 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તાઓ અંગે AMCને આડે હાથે લીધી છે. હાઈકોર્ટે સ્પષ્ઠ શબ્દોમાં મહાપાલિકાને કહી સંભળાવ્યું છે કે, કોઈ પણ બહાના નહિ ચાલે,  રસ્તા બનાવો, સુવિધા આપો.

  • ગુજરાત હાઈકોર્ટની AMCને મોટી ફટકાર 
  • બહાનાબાજી બંધ કરો,સુવિધાઓ આપો;હાઈકોર્ટ 
  • બિસ્માર રસ્તાઓ-ટ્રાફિક મુદ્દે સુનાવણીમાં ફટકાર 

કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવીને પ્રજાને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં ઉણી ઉતરેલી અમદાવાદ મહાનગર પાલિકાને દર અઠવાડિયે 15 દિવસે ગુજરાત હાઈકોર્ટ ઠમઠોરે છે.ત્યારે, આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાને આગળ ધરીને નક્કર કામગીરીની પર ઢાંકપીછોડો કરતાં ગુજરાત હાઈકોર્ટે  AMCને આડે હાથે લીધી છે. હાઈકોર્ટે સ્પષ્ઠ શબ્દોમાં મહાપાલિકાને કહી સંભળાવ્યું છે કે, કોઈ પણ બહાના નહિ ચાલે,  રસ્તા બનાવો, સુવિધા આપો. 

બજેટનું ધ્યાન રાખીએ છીએ; AMC

AMCએ ગુજરાત હાઈકોર્ટમાં આજે બિસ્માર રસ્તા અને ટ્રાફિક  અને ઓવરબ્રિજ સંબંધિત જવાબ રજુ કર્યો હતો. AMCએ પોતાના જવાબમાં કહ્યું કે ટ્રાફિક ન થાય એ માટે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયા બાદ AMC કામ કરીશું.સાથોસાથ ટ્રાફિક ન થાય તે માટે ભીમજીપુરાથી ચાંદલોડિયાનો ઓવરબ્રીજ બનશે.અમદાવાદ મહાપાલિકાએ ફરી બજેટનો રાગ આલાપ્યો, અને ઉમેર્યું કે મહાપાલિકાએ કહ્યું બજેટ સાચવીને રસ્તા બનાવી રહ્યા છીએ. આ જવાબ સાંભળતા જ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે મહાપાલિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું રસ્તા બનાવો, સુવિધા આપો. બજેટના બહાના નહીં ચાલે

અગાઉ રખડતા ઢોર મુદ્દે પણ લતાડ

અમદાવાદ  શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ પર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાયન્સ સિટી બ્રિજ નીચેના તૂટેલા રોડ મુદ્દે કહ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? ચાલો આપણે રોડની સ્થિતિ સાથે જોવા જઈએ. હાઇવે અને શહેરના જુદા જુદા રોડ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, કયા રોડની જવાબદારી કોની હોય છે તે પણ જણાવો. સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી અને ટ્રાફિક પોલીસ પણ હાજર રહ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ બતાવો. તૂટેલા રોડથી જનતા પીડાય છે. રખડતા પશુઓ હજુ પણ રસ્તા પર જોવા મળે છે. જ્યારે તમારી કામગીરી માત્ર સોગંદનામામાં જ નજરે પડે છે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાથી અનેક સવાલ થઈ રહ્યા છે. અમદાવાદમાં રોડ રસ્તા અને ઢોરની પરેશાનીના કારણે જનતા પરેશાન છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કાગળ પર દાવા કરવામાં આવતા હતા. ત્યારે હવે AMCના જવાબથી અનેક સવાલ થઈ રહ્યા છે.

રસ્તા રિપેર કરવા, ઢોર હટાવવા માટે નથી બજેટઃ અમદાવાદ મનપા

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. રસ્તા અને પશુ હટાવાને લઇ અમદાવાદ મનપાએ કહ્યું કે કોરોના બાદ રસ્તાની કામગીરી કે ઢોર હટાવવા માટે અમારી પાસે બજેટ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ