મંગળવારના દિવસે શેરબજાર ઉછાળા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સ 421.76 અંકના વધારા સાથે અને નિફ્ટી 138.45 અંક વધારા સાથે ખૂલ્યો હતો. આ સમયે ઓનજીસી, એચડીએફસી બેંક, ભારતી એરટેલ અથવા કોટક બેંકના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો ઉછાળો
સેન્સેક્સ 30,450.74ના અંકે ખૂલ્યો
નિફ્ટી વધારા સાથે 8914.35 અંકે પહોંચ્યો
સેન્સેક્સમાં ઓએનજીસીએ સૌથી વધુ છ ટકાની વૃદ્ધિ નોંધાવી. આ ઉપરાંત ભારતી એરટેલ, એચડીએફસી, મારુતિ, બજાજ ઓટો, કોટક બેંક, હીરો મોટોકોર્પ અને પાવરગ્રિડમાં ઉછાળો જોવા મળી હતી. બીજી તરફ ઈન્ડસઇન્ડ બેન્ક, એસબીઆઇ, એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ બેન્ક ખોટ સાથે કારોબાર કરી રહ્યા હતા.
Equity benchmark indices rebounded during early hours on Tuesday in line with global cues with metal and auto stocks gaining ground.
સેન્સેક્સ અગાઉના સત્રમાં 1,068.75 પોઇન્ટ અથવા 3.44 ટકા ઘટીને 30,028.98 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 313.60 પોઇન્ટ અથવા 3.43 ટકા ઘટીને 8,823.25 પર બંધ રહ્યો હતો.