બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / brijbhushan sharan singh is ready to resign, read what are the demands of wrestlers

Wrestlers Protest / રેસલર્સના વિલન બૃજભૂષણ હવે રાજીનામું આપવા તૈયાર, ખેલાડીઓએ કહ્યું અમને ભરોસો નથી, ખેલ મંત્રીને ફોન...

Vaidehi

Last Updated: 07:39 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ શરણસિંહે ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે,'જો ખેલાડીને તેનાથી જ સંતુષ્ટી મળતી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું'

  • બૃજભૂષણ શરણસિંહે રાજીનામું આપવાની બતાવી તૈયારી
  • ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં આપ્યું નિવેદન
  • કહ્યું જો ખેલાડીને સંતુષ્ટી મળશે તો હું રાજીનામું આપવા તૈયાર છું

શુક્રવારે સાંજે 4 વાગ્યે પહેલવાનોએ પ્રેસ કોન્ફેરેન્સમાં FIR નોંધવા અંગે વાત કરી અને કહ્યું કે આ તો શરૂઆત છે. તેમનું ધ્યેય છે કે બૃજભૂષણ સિંહને સજા મળે. અને હવે બૃજભૂષણ શરણસિંહે ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે' જો તેમનાં રાજીનામાં પછી પહેલવાનો પોતાનું પ્રદર્શન રોકશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.'

 

પહેલવાનો યૌન શોષણ મામલે આ પાંચ બાબતોની ચર્ચા કરી રહ્યાં છે:

1. બૃજભૂષણને જેલ થાય...
પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક શુક્રવારે મીડિયાને કહ્યું કે 'દિલ્હી પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, બૃજભૂષણને જેલમાં નાખવો જોઈએ. તેમની આ સૌથી પહેલી માંગ છે'

2. વાત કુશ્તીની નહીં, સ્પોર્ટસનાં ભવિષ્યની છે..
વિનેશ ફોગાટે કહ્યું કે આ માત્ર કુશ્તીની વાત નથી, જો દેશનું ભવિષ્ય સ્પોર્ટસમાં બચાવવું હોય તો આપણે એકસાથે આવવું પડશે. જો ખેલાડીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો અમે તેમનો અવાજ બનશું. જો આપણે આજે એવું ન કરી શક્યાં તો ભારતમાં ક્યારેય સ્પોર્ટસને બચાવી નહીં શકીએ.

3. આ લડત માત્ર FIR સુધી જ નથી...
વિનેશ ફોગાટે કહ્યું કે 'FIR નોંધવા માટે છોકરીઓ પોતે ફરિયાદ નોંધાવી રહી છે એટલું જ પૂરતું છે તેના માટે જો અમારા પાસે પૂરાવાઓ માંગવામાં આવશે તો અમે પૂરાવા પણ સુપ્રીમ કોર્ટની સામે રજૂ કરશું કોઈ પણ કમિટી કે દિલ્હી પોલીસની સામે નહીં.' પહેલવાનોએ કહ્યું કે આ લડત માત્ર FIR સુધી જ નથી, સજા અપાવવા માટેની છે. બૃજભૂષણની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

4. ખેલમંત્રીએ અમારી વાત નથી સાંભળી...
પહેલવાન બોલ્યાં કે કમિટીએ સાચી વાત છુપાવીને રાખી છે, સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લેશે તે જ માન્ય હશે. પૂનિયાએ કહ્યું કે જ્યાં સુધી બૃજભૂષણ જેલમાં નહીં જાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. પૂનિયાએ વધુમાં કહ્યું કે 'ખેલમંત્રી અનુરાગ ઠાકુરે તો અમારો ફોન જ નથી ઊપાડ્યો, અમે ક્યાં જઈએ? તેઓ 12 મિનીટ પણ અમારી સાથે નથી બેઠાં. સુપ્રીમ કોર્ટ સિવાય અમને કોઈ કમિટી કે સદસ્ય પર વિશ્વાસ નથી, દિલ્હી પોલીસ પર પણ નથી. અમે માત્ર સુપ્રીમ કોર્ટની સામે અમારું નિવેદન આપશું.'

5. સુરક્ષાની પણ આવશ્યકતા છે
બૃજભૂષણ સિંહને તમામ પદોથી દૂર કરવામાં આવે, યોગ્ય તપાસ કરવામાં આવે અને કોર્ટ અનુસાર જે નિર્ણય આવે તેના આધારે સજા આપવામાં આવી. જ્યાં સુધી આવું નથી થતું ત્યાં સુધી અમે ધરણાં પર બેઠા રહેશું. પૂનિયાએ કહ્યું કે હવે તો એ જ જોવાનું છે કે કેવી FIR નોંધવામાં આવે છે અને કઈ કલમો લગાવવામાં આવે છે. પહેલવાનોએ કહ્યું કે અમે 7 દિવસથી બેઠાં છીએ અત્યાર સુધી કોઈએ(સરકારમાંથી) બોલાવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ