ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:59 PM, 27 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
જૈન ધાર્મિક સંસ્થાઓની નોનવેજ ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાની કરી માંગ
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટે નોનવેજ ફૂડની જાહેરાતો પર બેન લગાવવાની માંગ કરનાર જૈન ધાર્મિક સંસ્થાઓની અરજી પર કહ્યું કે તમે અન્યોના અધિકારોનું અતિક્રમણ શા માટે કરી રહ્યા છો.
કોર્ટે કહ્યું કે : કોઈ કાયદો નથી જે આવું પ્રદાન કરે છે. તમે અમને કાયદો બનાવવા માટે કહી રહ્યા છો અને બંધારણની કલમ 19નાં ઉલ્લંઘન વિષે શું? તમે અન્યનાં અધિકારોનું અતિક્રમણ શા માટે કરી રહ્યા છો?
ADVERTISEMENT
ચીફ જસ્ટીસ દીપાંકર દત્તા પી બેંચે અરજી કરનારા ત્રણ ટ્રસ્ટને અરજી પરત લેવાની સ્વતંત્રતા આપી અને કહ્યું કે સારા વર્ણન અને યોગ્ય માંગ સાથે આવજો.
અમે ત્યારે હસ્તક્ષેપ કરી શકીએ , જ્યારે અધિકારનું ઉલ્લંઘન થાય : બોમ્બે HC
ADVERTISEMENT
કોર્ટે કહ્યું છે કે : તમે હાઈ કોર્ટ પાસે આદેશ માંગી રહ્યા છો કે રાજ્યને કોઈ વસ્તુ પર પ્રતિબંધ લગાવવા માટે દિશાનિર્દેશ કરવાનો આદેશ આપવામાં આવે. આ વિધાનમંડળે નક્કી કરવાનું હોય છે. અમે માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરી શકીએ છીએ, જ્યારે કોઈ અધિકારનું ઉલ્લંઘન થાય છે.
સુનાવણી દરમિયાન અરજીકર્તાઓની તરફથી વકીલ ગુંજન શાહે કહ્યું કે તેઓ માત્ર માંસાહારી ભોજનનો પ્રચાર ન કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું નોનવેજ ફૂડને પડકાર નથી આપી રહ્યો. શાકાહારી લોકોએ આવી જાહેરાતોને ટીવી પર જોવી પડી રહી છે.
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટે કહ્યું : તમે અન્યના અધિકારો પર તરાપ શા માટે મારવા માંગો છો
આના પર ચીફ જસ્ટીસે જવાબ આપતા કહ્યું કે 'એક સામાન્ય વ્યક્તિ જેને કોઈ જાણકારી નથી, તે ટીવી બંધ કરી દે.' શાહે દાવો કર્યો કે પ્રાણીઓ પ્રત્યે દયા બતાવવી એક મૌલિક કર્તવ્ય છે અને તેમણે અરજીમાં સંશોધન કરવાની માંગ કરી છે. જોકે, કોર્ટે તેમને નવી અરજી દાખલ કરવા માટે કહ્યું.
ADVERTISEMENT
આ મામલામાં અરજીકર્તા આત્મા કમલ લબ્ધીસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, શેઠ મોતીશા ધાર્મીક અને ધર્માર્થ ટ્રસ્ટ, શ્રી વર્ધમાન પરિવાર અને વ્યવસાયી જ્યોતિન્દ્ર શાહ છે.
અ મામલામાં કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર રાજ્ય, ભારતીય વિજ્ઞાપન માનક પરિષદ અને 'લાઈસીસ' જેવી બ્રાંડનાં સ્વામિત્વવાળી પ્રાઈવેટ માંસ કંપનીઓને પ્રતિવાદી જણાવવામાં આવી છે.
અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કોઈપણ મીડિયામાં માંસાહારી ભોજનની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવા માટે અધિકારીઓને નિયમ કે દિશાનિર્દેશ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવે.
પેકેજ્ડ નોન-વેજ ઉત્પાદનો પર ચેતવણીઓ છાપવાની પણ માંગ
અરજીમાં ઉત્તરદાતાઓને પેકેજ્ડ નોન-વેજ ઉત્પાદનો પર ચેતવણીઓ છાપવા માટે નિર્દેશિત કરવાની પણ પ્રાર્થના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે માંસાહારી ખોરાકનું સેવન સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો