બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news bhumi pednekar faced sexual assault at age of 14

યૌન શોષણ / 'હું જતી હતી અને કોઈએ પાછળથી..' 14 વર્ષની ઉમંરમાં અભિનેત્રી ભૂમિ પેડનેકરને થયો કડવો અનુભવ, જણાવી આપવીતી

Arohi

Last Updated: 10:53 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhumi Pednekar Faced Sexual Assault: ભૂમિ પેડનેકરે જણાવ્યું કે જ્યારે તે ટીનએજર હતી તો તેની સાથે આવી ઘટના થઈ હતી. તે ભીડની વચ્ચે હતી. જ્યારે તેની સાથે શોષણ થયું તો તે શૉક થઈ ગઈ હતી. તેને સમજ ન હતું આવ્યું કે તે શું કરે.

  • ભૂમિ પેડનેકરે કર્યો ચોંકાવનારો ખુલાસો 
  • ટીનએજમાં થઈ ચુકી છે યૌન શોષણનો શિકાર
  • ઘટનાથી શૉક રહી ગઈ હતી એક્ટ્રેસ  

ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. એક ઈન્ટરવ્યૂમાં ભૂમીએ પોતાની સાથે બનેલી એક યૌન શોષણની ઘટના વિશે જણાવ્યું. તે સમયે તેની ઉંમર ફક્ત 14 વર્ષ હતી જ્યારે ભીડમાં કોઈએ તેને ચુટલો ભર્યો. તેને પહેલા તો સમજાયુ નહીં કે તેની સાથે આ કોણ કરી રહ્યું છે. પરંતુ કોઈ વારંવાર તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. 

યૌન શોષણ પર બોલી ભૂમિ 
ભૂમિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, "મને સારી રીતે યાદ છે, બાંદ્રામાં ત્યારે મેળો લાગેલો હતો. હું ટીનએજર હતી. લગભગ 14 વર્ષની અને મારા પરિવારની સાથે હતી. મને ખબર હતી કે શું થઈ રહ્યું છે... હું ચાલી રહી હતી અને કોઈ મારા બેક પર ચુટલી ભરી રહ્યું હતું. મેં પાછળ વળીને જોયું પરંતુ મને ખબર ન પડી કે આવું કોણ કરી રહ્યું છે. કારણ કે ભીડ ખૂબ વધારે હતી. કોઈ મને વારંવાર ખરાબ રીતે સ્પર્શ કરી રહ્યું હતું. જોકે હું પોતાના પરિવારવી સાથે હતી. મારી બિલ્ડિંગમાંથી બાળકીઓનું એક આખુ ગ્રુપ હતું પરંતુ મેં તે સમયે કંઈ ન કહ્યું કારણ કે જે થયું હતું તેનાથી હું શૉકમાં હતી."

વધુ વાંચો: ફરીવાર મહાદેવની ભક્તિમાં અક્ષયકુમાર લીન, ગાયું 'શંભુ' ગીત, કર્યું તાંડવ, જાણો ક્યારે થશે રિલીઝ

હજુ પણ યાદ છે તે અનુભવ 
ભૂમિએ કહ્યું, "મને હજુ પણ યાદ છે કે મને કેવો અનુભવ થયો હતો. મને ચુટલીઓ યાદ છે. આ એવી વસ્તુ છે જે તમારૂ શરીર યાદ રાખે છે. આ એક ટ્રામા જેવું છે જેનાથી તમે બહાર ન આવી શકો. ઘણી વખત તો તમે એમ પણ નથી સમજી શકતા કે કોણે શું કહ્યું કારણ કે તમે ભીડની વચ્ચે છો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ