બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Body deals seized from Surat Dindoli, some persons involved in business

દેહ વ્યાપાર / સુરત ડીંડોલીમાથી ઝડપાયા દેહના સોદા, વ્યાપાર સાથે સંકળાયેલા કેટલાક શખ્સો ઝબ્બે

Mehul

Last Updated: 06:12 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દર બે દિવસ છોડીને દેહ વ્યાપારના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકે છે. આમ છતાં ધમધમતા કારોબાર ઓછા થવાનું નામ નથી લેતા. ડિંડોલી પોલીસે દરોડા કરીને શખ્સોને ઝડપ્યા હતા

 

  • સુરતમાં ધમધમતા  કૂટણખાના 
  • ડીંડોલી વિસ્તારમાંથી ઝડપાયું 
  • મહીધરપૂરામાં ઝડપાઈ હતી લલનાઓ 

મુંબઈ કરતાં પણ 'ફાસ્ટ લાઈફ' જીવી જનારા સુરતીઓ બિલકુલ મુંબઈ શૈલીથી રહે છે. પચરંગી શહેર સુરતમાં એટલો જ ઉંચો ક્રાઈમ રેટ પણ છે.  સુરતમાં દર બે દિવસ છોડીને દેહ વ્યાપારના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકે છે. આમ છતાં ધમધમતા કારોબાર ઓછા થવાનું નામ નથી લેતા. સુરતમાં દેહવ્યાપારનો કાળો કારોબાર ઝડપાયો છે. અહીના ડિંડોલી પોલીસે દરોડા કરીને શખ્સોને ઝડપ્યા હતા 

મહીધર પૂરામાં પણ ઝડપાયું હતું કૂટણખાનું 
 
ગુજરાતના પચરંગી શહેર સુરતમાં મહીધરપૂરા વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી ગ્રાહક અને સંચાલકો સહીત સાતની ધરપકડ કરી હતી. આ વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અથવા લાઇન્સ વિસ્તારમાં કોઈ રૂપજીવિની કહેવાતી યુવતી સાથે કેટલાક યુવકો ઉન્મત રીતે ડાંસ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે મહીધરપૂરા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી.

પચરંગી સુરતની સીરત 

સુરત શહેરમાં છાના ખૂણે ધમધમતા કૂટણખાનાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.પરિણામે,પોલીસની સાખ પર સવાલો ઉઠે છે. દારુ-જેવી બદીઓ પણ વ્યાપક છે ત્યારે, નવી સરકાર રચાતા અને પોલીસને પણ બદીઓ ડામવા કડક આદેશ આપવામાં આવ્યા છે. આ અંતર્ગત,સુરતના મહીધર પૂરાના આદેશ ગેસ્ટ હાઉસમાં મોટા પાયે ગોરખ ધંધો ચાલતો હતો. જોવાની ખૂબી એ છે કે, મહીધર પૂરા પોલીસ મથકની બાજુમાં જ આ કૂટણખાનું ચાલતું હતું. પોલીસના છાપામાં 4 યુવતીઓ,ગ્રાહકો અને સંચાલકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા.પ્રાથમિક પૂછ પરછમાં મળેલી માહિતી પ્રમાણે, યુવતીઓને દદાલો મારફત આ ગેસ્ટ હાઉસમાં બોલાવાતી હતી.અને ગેસ્ટ હાઉસ જ ધંધાનું મુખ્યમથક હતું.

પોલીસ હવે અન્ય કનેક્શન શોધે છે 

મહીધરપૂરા પોલીસ હવે, આ ધંધામાં કોણ-કોણ સામેલ છે અને સુરતના ક્યા ક્યા વિસ્તારોમાં આ યુવતીઓ દેહ વ્યાપાર માટે જતી હતી ઉપરાંત તેના અન્ય કનેક્શનસ પણ શોધવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં મહ્નાગરપાલિકાની બાજુમાં જ એક આખું રૂપજીવિની બજાર ધમધમતું હતું. જે સમય જતા, અહીંથી બદલાવી નાખવામાં આવ્યું હતું. અને નવા વિસ્તારમાં ખસેડવામાં આવ્યું હતું.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ