બ્રેકિંગ ન્યુઝ
રફીને પહેલો બ્રેક પંજાબી ફિલ્મ 'ગુલબલોચ' માં મળ્યો હતો. ખય્યામે તેમને ફિલ્મ 'બિવી'માં તક આપી. ખૈયામે રફી સાથેના સંસ્મરણો વાગોળતા મારી સાથે તેમની સાથે ગઝલનનું પહેલું રેકોર્ડિંગ 1949માં થયું હતું. રફી સાહબના અવાજ વિશે શું કહેવું! મારી ઇચ્છા પ્રમાણે તેઓએ ગાયું. સુપરહિટ ફિલ્મ ' 'બૈજુ બાવરા'ના ગીતો હિટ થયા પછી રફીએ પાછું વળીને જોયું નહીં.
ADVERTISEMENT
મોહમ્મદ રફી વિશે કહેવામાં આવે છે જ્યારે તે સમયના પ્રખ્યાત ગાયક કે.એલ. સહગલે એક સ્ટેજ શો દરમિયાન લાઇટ જતી રહેવાના કારણે કારણે ગાવાનો ઇન્કાર કર્યો ત્યારે 13 વર્ષના રફીએ સ્ટેજ સંભાળીને ગાવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી રફી અનેકની નજરમાં આવી ગયા. બહુ ઓછા લોકો જાણતા હશે કે અદભુત અવાજના માલિક મોહમ્મદ રફીએ ફિલ્મ 'બેજુ બાવરા' ના પ્રખ્યાત ગીત 'ઓ દુનિયા કે રખવાલે” માટે 15 દિવસ સુધી રિહર્સલ કર્યું હતું. કેમકે સંગીતકાર નૌશાદને અવાજમાં જે દર્દ જોઇતું હતું તે આવતું ન હોવાનું લાગતું હતું.
સતત રિહર્સલથી અવાજ એટલી હદે બેસી ગયો હતો કે કેટલાકને એમ લાગતું હતું કે રફી હવે કયારેય ગાઇ નહીં શકે. એટલું જ નહીં આ ગીતના ફાઇનલ રેકોર્ડિંગ રફીના ગળામાંથી રીતસર લોહી નીકળવાનું શરૂ થયું હતું. વર્ષો પહેલા અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં નૌશાદે આ બનાવનો આડકતરો સ્વીકાર કર્યો હતો.જોકે આ બનાવ રફી અને નૌશાદની એક કલાકાર તરીકેની મહાનતા અને સજજતા સુચવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.