ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા યુવા મિત્ર અભિયાન અતર્ગત યુથ ચલા બુથ હેઠળ યુવાનોને જોડવાનું અભિયાન હાથ ધરાયું છે.
2022ની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર પ્લાન
રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા ભાજપ સક્રિય
કોંગ્રેસના સમીકરણ 2022 માં ખોરભે પડવાની રણનીતિ
ગુજરાત વિધાનસભાની આગામી 2022ની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે.ગુજરાતમાં સક્રિય દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા કમરકસી છે.ત્યારે ભાજપ દ્વારા પણ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી રહેલા શાસનને ટકાવી રાખવા પ્રયાસ હાથ ધરાયો છે.જેના ભાગરૂપે યુવા મિત્ર અભિયાન અતર્ગત યુથ ચલા બુથ હેઠળ યુવાનોને જોડવાનું અભિયાન હાથ ધરાયું છે.
રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા ભાજપ સક્રિય
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે.ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે.ઈલેક્શન કમિશનમાં નવેમ્બર મહિના સુધી કુલ 8 લાખ 20 હજાર નવા મતદારો નોંધાયા છે. જો વાત કરવામાં આવે તો ચૂંટણીના ગણિતને સમજવા ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પર નજર કરવી પડે.આ બેઠકો પ્રમાણે નવા મતદારોનું ગણિત જોઈએ તો દરેક બેઠકોમાં એવરેજ 20 હજાર જેટલા નવા યુવા મતદારો નોંધાયા છે.આથી આ યુવાનોને રીઝવવા અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે ભાજપ સક્રિય થયું છે.
વન બુથ વન 20 યુથમાં પણ સમાવેશ
ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં વિસ્તારક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાનમાં 3 હજાર 600 વિસ્તારકોએ ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ શરૂ કર્યો છે.જેમાં 1800 યુવાનો પ્રવાસી વિસ્તારક તરીકે અને 1800 યુવાનો સ્થાનિક વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે.આ યોજના અંતર્ગત 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.માત્ર એક મિસ કોલ દ્વારા યુવાનોને જોડવામાં આવી રહ્યા છે.ભાજપના ત્રણ તબક્કામાં શરૂ કરાયેલા વિસ્તારક અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લાખો યુવાનો મિસ કોલ કરીને તેમજ ફોર્મ ભરીને ભાજપમાં જોડાયા છે.ભાજપમાં જોડાયેલા આ યુવાનોને ભાજપ દ્વારા યુવા મિત્ર કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે.સાથે જ તેમનો પેજ સિમિતિ અને વન બુથ વન 20 યુથમાં પણ સમાવેશ કરાશે અને ચૂંટણીને લગતી તમામ કામગીરી સોંaપવામાં આવશે.
કોંગ્રેસના સમીકરણ 2022 માં ખોરભે પડવાની રણનીતિ
આમ જો નવા મતદારો ગણિત જોઇએ તો ગુજરાતની 182 વિધાન સભામાં પ્રત્યેક વિધાન સભામાં ૨૦ હજાર જેટલા એવરેજ નવા મતદારો ઉમેરાયા છે.નવા ઉમેરાયેલા મતદારો આગામી વિધાનસભાની જે ઓછા માર્જિને ભાજપ જીત મળેવી ત્યાં વધુ યુવાનો જોડીને તે બેઠકનું કોગ્રેસના સમીકરણ 2022 માં ખોરભે પડવાની રણનીતિ ઘડાઈ રહી છે. ત્યારે ભાજપ કોરોના કાળમાં આ યુવાનો સપર્ક કીરને ભાજપમાં જોડીને વધુ એક ટર્મ ભાજપ જગી બહુમતી સાથે વિજય મેળવે તે દિશામાં કામ કરી રહ્યું છે, ત્યારે ભાજપને આ યુવાનો સમીકરણ કેવુ 2022 માં અસર કરે છે, તે તો જોવું જ રહ્યું કોંગ્રેસના સમીકરણને 2022માં ખોરભે પડવાની રણનીતિ
- ક્યારેય રાજકારણ ન આવ્યા હોય તેવા યુવાનો જોડ્યા ભાજપમાં..
- નવેમ્બર માસ સુધી કુલ ૮.૨૦ લાખ નવામતદારો નોધાયા..
- ઈલેકશન કમિશનમાં પ્રત્યેક વિધાનસભામાં ૨૦ હજાર મતદારો થઈ નોધાણી...