બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP big meeting: Union-state ministers camp at SOU in Kevadia, instructed not to come in their own vehicle

કારોબારી / ભાજપની મોટી બેઠક : કેવડિયામાં SOU ખાતે કેન્દ્ર-રાજ્યના મંત્રીઓના ધામા, પોતાના વાહનમાં ન આવવા અપાઈ સૂચના

Kiran

Last Updated: 06:45 PM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે, ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટના લોન્ચિંગ સાથે હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવશે

  • આવતીકાલે પ્રદેશ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક
  • ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું થશે લોન્ચિંગ
  • ભાજના હોદ્દેદારોને 588 ટેબ્લેટ આપવામાં આવશે

કેવડીયા કોલોનીમાં પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારિણી બેઠક મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. સૌથી મોટી અને મહત્વની બાબત એ રહેશે કે ઉપસ્થિત રહેનાર તમામ મંત્રી/પદાધિકારીઓ પોતાના વાહનમાં નહિ આવે . આ તમામને,બસ કે ટ્રેન મારફતે કેવડીયા કોલોની પહોચવા સુચના અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા કોલોનીને ઈ-વ્હીકલ સીટી તરીકે પૂર્ણત;વિકસિત જોવા ઈચ્છે છે અને આ ધ્યેય-સિદ્ધિ માટે શરૂઆત રાજ્યના મંત્રીગણ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓથી કરવામાં આવી છે. આ કાર્યકારિણીમાં અંદાજે 600થી  વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.જેઓ પોતાના વાહન નહિ પણ બસ કે ટ્રેનમાં કેવડીયા પહોચ્યા હશે. 

પહેલી સપ્ટેમ્બરે સાંજે કેવડીયા કોલોનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે .જ્યારે બીજી તારીખે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હેલીકોપ્ટર મારફતે કેવડીયા કોલોની પહોચશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલીકોપ્ટર મારફતે કેવડીયા કોલોની પહોચશે. કારોબારી બેઠકમાં સાંસદો, મંત્રી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિત મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના તમામ સાંસદ, ધારાભ્યો, પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.



ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું થશે લોન્ચિંગ
મહત્વનું છે કે કેવડિયા કોલોની ખાતે 1 થી 3 સપ્ટેમ્બર સુધી મળનારી આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે સાથે જ હોદ્દેદારોને 588 ટેબ્લેટ આપવામાં આવશે. આ કારોબારીને લઈને અનેક ચર્ચાઓ જાગીરહી છે, મહત્વનું છે કે ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે. તેમજ સરકારના કામોને લોકો સુધી પ્રજાસુધી કેવી રીતે તેને લઈ ચર્ચામાં કરવામાં આવે તેવું પણ મનાઈ રહ્યું છે. 


ભાજપની પ્રથમ કારોબારી બનશે પેપરલેશ બેઠક
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે, આ માટે સી.આર પાટીલની અધ્યક્ષતામાં મળનારી કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કારને બદલે ટ્રેન કે બસથી આવવાનું સુચન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભાજપની મળનાર આ કારોબારી બેઠક પ્રથમવાર પેપરલેશ હશે.


આજે કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ
મહત્વનું છે કે મંગળવારે કેવડિયામાં  કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી  સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાઈ હતી  જેમાં મહિલા અને બાળ વિકાસ મુદ્દે મહત્વની ચર્ચા હાથ ધરાઈ. આ પરિષદમાં બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા ઉપસ્થિત રહ્યા હતા  અને  વિવિધ રાજ્યોના પ્રધાનો અને રાજ્યો તેમજ સંઘ પ્રદેશોના મહિલા બાળ વિકાસ વિભાગ/સમાજ કલ્યાણ વિભાગોના વધારાના મુખ્ય સચિવો/અગ્ર સચિવો આ પરિષદમાં ભાગ લીધો હતો .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ