બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bike hit by car snatched 29 lakhs later beaten case of Morbi

લૂંટ / બાઈકને કારથી ઠોકર મારી 29 લાખ પડાવી લીધા, બાદમાં માર મારી થયા રફુચક્કર, મોરબીનો આંખ ઉઘડતો કિસ્સો

Kishor

Last Updated: 05:37 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં 29 લાખની લૂંટની ઘટના પ્રકાસમાં આવ્યા ને 3 દિવસ જેટલો સમય વીત્યા બાદ હજુ સુધી આરોપીઓ પોલીસ ઝપટે ચડ્યા નથી. જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

  • મોરબીમાં ચકચારી લૂંટની ઘટનાનો મામલો
  • 3 દિવસ બાદ પાણ આરોપીઓ ન પકડાતા અનેક સવાલો
  • એલસીબી, એસઓજીની ટીમો જહેનતશીલ હોવાનો પોલીસનો દાવો


મોરબી પંથકમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં પીપળી ગામ પાસે આવેલ કારખાનામાંથી 29 લાખની રોકડ લઈ ઘરે જતા યુવાને માર મારી ત્રણ શખ્સોએ રૂપિયા લૂંટી લીધા હતા. આરોપીએ કાર મારફતે યુવાનના બાઇકને ઠોકર મારી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે મામલે યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને ત્રણ દિવસ જેટલો સમય વિતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

હજુ સુધી આરોપીઓ પકડાયા નથી

કારની ઠોકરે ચડેલા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત કારમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાને ઢિકાપાટુનો માર માર્યો હતો જેને લઈને ઈજાગ્રસ્ત યુવાને પ્રથમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ ભોગ બનેલ યુવાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.જયા ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરાવી હતી અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહિતની ટીમો આરોપીઓને પકડવા માટે દોડતી થઈ ગઈ હતી. જોકે આરોપી સુધી પહોંચવામા પોલીસનો પનો ટૂંકો પડતો હોય તેમ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી.

શુ હતી સમગ્ર ઘટના ?

મોરબી નજીકના પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી સીરામીક કારખાનામાં કેસીયર તરીકે કામ કરે છે. જે પોતાનું કામકાજ પૂરું કરીને ૨૯ લાખ રૂપિયા સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા આ વેળાએ ગામના આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ચંદ્રેશભાઇ કશું સમજે તે પહેલા યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ તેની પાસે રહેલ રોકડા રૂપિયા 29 લાખ ભરેલ થેલો લઈને કારમાં આવેલા ત્રણેય શખ્સો કાર લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં   તેના શેઠ હિતેશભાઈ દલસાણીયા પણ પહોંચ્યા હતા. ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

લૂંટના બનાવનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજીની ટીમો જહેનતશીલ છે અને મોરબી તાલુકા પોલીસ સહિતની ટીમો દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેમજ ટેકનિકલ માધ્યમની મદદથી આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ