બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bihar deputy cm tejashwi yadav tweets about birth of baby girl

બધાઈ હો / મેરે ઘર આઈ એક નન્હી પરી.! બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ બન્યા પિતા, દીકરી સાથેની પહેલી તસવીર થઈ વાયરલ

Bijal Vyas

Last Updated: 03:19 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવાર સવારે આરજેડી નેતાએ ટ્વિટરના માધ્યમે આ વાતની જાણકારી આપી

  • 2021ના ડિસેમ્બર મહિનામાં તેજસ્વીએ રાજશ્રી સાથે લગ્ન કર્યા હતા
  • ડોક્ટરોની દેખરેખમાં હતી નેતાની પત્ની રાજશ્રી 
  • જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે આપી શુભેચ્છા 

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ એક દીકરીને જન્મ આપ્યો છે. સોમવાર સવારે આરજેડી નેતાએ ટ્વિટરના માધ્યમે આ વાતની જાણકારી આપી. તેમણે લખ્યુ કે, ઇશ્વરે આનંદિત થઇ પુત્રી રત્નના રુપમાં ઉપહાર મોકલ્યો છે. 

તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યએ ભાઇ તેજસ્વી અને ભાભી રાજશ્રીના ઘરે પારણુ બંધાવવાની શુભેચ્છા આપી. રોહિણીએ એક કવિતા લખી છે કે,"ભાઇ-ભાભીના ચહેરા પર મુસ્કાન ખીલી રહે, મારા ઘરમાં ખુશીઓનો સદા વાસ રહે, મન સુખના સાગરમાં ડુબેલુ રહે, પપ્પા બનવાની ખુશી ભાઇ તેજસ્વીના ચહેરા પર ખુશી જલકે..."

ઉલ્લેખનીય છે કે પ્રેગ્નેન્સી દરમિયાન રાજશ્રી પોતાના દિલ્હીના ઘરે રહેતી હતી, અને તે સતત ડોક્ટરોની દેખરેખમાં હતી, ડોક્ટરે તેને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં ડિલિવરીની ડેટ આપી હતી. 

નોંધનીય છે કે, 2021ના ડિસેમ્બર મહિનામાં તેજસ્વીએ રાજશ્રી સાથે લગ્ન કર્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હીમાં થયેલા વિવાહ સમારોહ ખૂબ જ લાઇમલાઇટમાં રહ્યો હતો. 

તેજસ્વી અને રાજશ્રીએ પ્રેમ લગ્ન કર્યા હતા. કહેવાય છે કે પહેલા લાલુ પરિવાર તેજસ્વી અને રાજશ્રીના લગ્ન માટે તૈયાર નહોતો. પરંતુ પાછળથી બધા તૈયાર થયા. પરિવારની સંમતિ બાદ આ યુગલે ઝડપથી સગાઇ બાદ તરત જ લગ્ન કરી લીધા હતા.

રાજશ્રીની વાત કરીએ તો તે દિલ્હીની રહેવાસી છે. તેના પિતા ચંદીગઢની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. રાજશ્રી અને તેજસ્વી એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. રાજશ્રીએ બહુરાષ્ટ્રીય યુનિવર્સલ બેંક બાર્કલેઝ સાથે લાંબા સમય સુધી કામ કર્યું, પરંતુ તેજસ્વી સાથે લગ્ન કરવા માટે નોકરીમાંથી બ્રેક લઇ લીધો.

જો કે દીકરીના જન્મની સાથે જ યાદવ પરિવાર તરફથી અભિનંદન મળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન (લલન) સિંહે પણ તેમની સરકારમાં સહયોગી આરજેડીના નેતા તેજસ્વી યાદવને અભિનંદન પાઠવ્યા છે. મુંગેરના સાંસદ લાલન સિંહે લખ્યું કે બિહારના યુવા નેતા અને માનનીય નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે લક્ષ્મીની પુત્રી રત્નાના આગમન પર હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

bihar deputy cm તેજસ્વી તેજસ્વી યાદવ દીકરી બિહાર રાજશ્રી Good News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ