બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Big update in Chandigarh University case: 3 accused sent on 7-day remand, dirty video found on phone

કાર્યવાહી / ચંદીગઢ યુનિવર્સિટી કેસમાં મોટી અપડેટ: 3 આરોપીઓને મોકલાયા 7 દિવસનાં રિમાન્ડ પર, ફોનમાંથી મળ્યા ગંદા VIDEO

Priyakant

Last Updated: 04:43 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીઓનાં એડવોકેટ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, તમામ મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે

  • ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં 60 છોકરીઓના વાંધાજનક વીડિયો કેસમાં કાર્યવાહી 
  • ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓને 7 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલાયા 
  • મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે

ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં 60 છોકરીઓના વાંધાજનક વીડિયો કેસમાં મોટી વિગત સામે આવી છે. વિગતો મુજબ ચંદીગઢ યુનિવર્સિટી કેસમાં ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓને 7 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા. આ સાથે આરોપીઓનાં એડવોકેટ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, તમામ મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. ફોનમાંથી બે વીડિયો મળી આવ્યા છે જેમાંથી એક આરોપી યુવતી અને બીજો વીડિયો અન્ય યુવતીઓનો હતો. 

ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં આરોપી છોકરીએ તેના મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો હતો અને શિમલાના તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યો હતો જે વાયરલ થયો હતો. પોલીસ દ્વારા આરોપી છોકરીની ધરપકડ બાદ તેનો મોબાઈલ ચેક કરાયો હતો. પોલીસે કહ્યું કે છોકરીના મોબાઈલમાંથી ફક્ત તેના 4 વીડિયો મળ્યાં છે જે તેના પ્રાઈવેટ છે. 

મહતવનું છે કે, મોહાલીના પોલીસ અધિકારી નવરીત સિંહ વિર્કે કહ્યું કે, છોકરીના ફોનમાંથી ફક્ત ચાર વીડિયો મળ્યાં છે જે તમામ તે છોકરીના છે. આ વીડિયોને છોકરીએ તેના બોયફ્રેન્ડને મોકલ્યાં હતા. તેમણે કહ્યું કે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ તરફથી મળેલા વીડિયો હજુ મળ્યાં નથી જોકે છોકરીઓનો વાંધાજનક વીડિયો ડિલિટ થયા હોવાની પણ શંકા છે. 

આ સાથે હવે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા હોસ્ટેલની બે વોર્ડનને સસ્પેન્ડ કરી દેવાઈ છે જેમાંની એક વીડિયો વાયરલ થયા બાદ આરોપી છોકરીને ઠપકો આપતી નજરે ચડી હતી. સત્તાવાળાઓ દ્વારા 24 સપ્ટેમ્બર સુધી ચંદિગઢ યુનિવર્સિટી બંધ કરી દેવાઈ છે. યુનિવર્સિટી બંધ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર રવાના થયા હતા.  

શું હતો સમગ્ર  મામલો ? 

ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્નાન કરી રહેલી 60 છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો હતો. આરોપ છે કે એક છોકરીએ નાહી રહેલી 60 છોકરીઓનો વીડિયો ઉતાર્યાં હતા અને તેણે આ અશ્લીલ વીડિયોને હિમાચલના શિમલામાં રહેતા પોતાના મિત્ર સાથે શેર કર્યો હતો. આ મિત્રે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી જે વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો હતો અને અડધી રાતે છોકરીઓએ યુનિવર્સિટી પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલીક છોકરીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ પણ કહેવાય છે જોકે પોલીસે આપઘાતની થીયરીને હવામાં ઉડાવી મૂકતા કહ્યું કે આવી કોઈ ઘટના બની નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ