બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / BIG NEWS-Mahamanthan of Patidar Samaj in Jasdan; Naresh Patel said that in the next election ...

રણભેરી / BIG NEWS- જસદણમાં પાટીદાર સમાજનું મહામંથન; નરેશ પટેલે કહ્યું કે,આગામી ચૂંટણીમાં...

Mehul

Last Updated: 10:22 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે

  • જસદણમાં પાટીદાર સમાજનો બૂંગીયો 
  • નરેશ પટેલ-લાલજી પટેલના સૂચક નિવેદન 
  • છ વર્ષ પછી પાટીદાર યુવકો હજુ ઠેરના ઠેર 

સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના  નિર્ધાર સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત જલાવવા પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી  પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ  કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.

અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?

ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ  પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને  ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે 

 SPG અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા 

પાટીદાર સમાજના SPGના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. માગણીઓને છ-છ વર્ષથી પૂર્ણ કરવમાં નથી આવી.ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સમાજના વડીલોને સાથે રાખી રજૂઆત કરીશું. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. તો વરુણ પટેલે પણ આહ્વાન કરતા કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ