બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BIG NEWS: Banchhanidhi Pani becomes the new chairman of the Education Board

ગાંધીનગર / BIG NEWS: બંછાનિધિ પાની બન્યા શિક્ષણ બોર્ડના નવા ચેરમેન, એ.જે શાહે રાજીનામું આપતા મળી નવી જવાબદારી

Vishal Khamar

Last Updated: 08:43 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન તરીકે બંછાનિધિ પાનીની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે એ.જે. શાહે રાજીનામું આપી દેતા બંછાનિધિ પાનીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

  • ગુ. માધ્ય. અને ઉ. માધ્ય. બોર્ડના નવા ચેરમેનની નિમણૂંક
  • બંછાનિધિ પાની બન્યા શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન
  • એ.જે શાહે રાજીનામું આપતા સોંપવામાં આવ્યો વધારાનો ચાર્જ

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા એ.જે શાહનું રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક. અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે.

નિવૃત્તિ બાદ અપાયું હતું એક્સેટેન્શન
નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. 

પાંચમું એક્સટેન્શન પૂર્ણ થયા પહેલા રાજીનામું
તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ