Big decision of SBI, from now on even common man can easily get his own house
ભેટ /
SBIનો મોટો નિર્ણય, હવેથી સામાન્ય માણસ પણ સરળતાથી મેળવી શકશે 'ઘરનું ઘર'
Team VTV09:15 PM, 08 Jan 21
| Updated: 09:23 PM, 08 Jan 21
કોરોના કાળમાં ઘણા ક્ષેત્રોને મંદી નડી ગઈ છે, આમાંથી આવું જ એક સેક્ટર રિયલ્ટી એસ્ટેટનું છે જો કે હવે દેશના સામાન્ય નાગરિકને ઘરનું ઘર મેળવવું સરળ થઈ પડશે, કેમ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI એ હોમ લોન રેટ પરના ડિસ્કાઉન્ટમાં વધારો કર્યો છે, જેનાથી ખરીદી સસ્તી થઈ શકે છે.
દેશની સૌથી મોટી બેન્ક SBIનો મહત્વનો નિર્ણય
હોમલોનને લઈને કર્યો મોટો નિર્ણય, પ્રોસેસિંગ ફી 100% માફ કરી
મહિલા લોન આવેદકોને વધુ 0.05%નું ડિસ્કાઉન્ટ મળશે
દેશની સૌથી મોટી બેંકે સામાન્ય લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. SBI એ હોમ લોન પર માફ કરવાની જાહેરાત કરી. SBI એ શુક્રવારે હોમ લોન રેટ પર 0.30% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું અને પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દેવાનું એલાન કર્યું હતું.
હોમલોન પરના નવા વ્યાજદર CIBIL સાથે જોડાયેલા છે
SBI એ એક પ્રકાશનમાં કહ્યું છે કે હોમ લોન પરના નવા વ્યાજ દર CIBIL સ્કોર સાથે જોડાયેલા છે અને 30 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.80% થી શરૂ થાય છે, જ્યારે 30 લાખ રૂપિયાથી વધુની લોન માટેના વ્યાજ દર 6.95% થી શરૂ થાય છે. હશે. SBI એ અહેવાલ આપ્યોહતો કે મહિલા લોન લેનારાઓને 0.05% નો વધારાનો ડિસ્કાઉન્ટ મળશે.
માહિતી અનુસાર ઘર ખરીદનારાઓને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવા માટે, દેશની સૌથી મોટી બેંક SBI એ હોમ લોન પર 30 BPS (0.30%) અને પ્રોસેસિંગ ફી પર 100% છૂટ આપવાની જાહેરાત કરી છે. બેંકે કહ્યું હતું કે 5 કરોડ રૂપિયા સુધીની લોન માટે 8 મહાનગરોમાં 0.30% સુધીની વ્યાજની છૂટ પણ ઉપલબ્ધ છે.
YONO ઍપ્લિકેશનથી પણ ઘર બેઠા કરી શકાય છે અરજી
પ્રકાશનમાં જણાવાયું છે કે ગ્રાહકો સરળતાથી YONO એપ્લિકેશન દ્વારા આ મામલે ઘરેથી અરજી કરી શકે છે અને 0.05% ની વધારાની વ્યાજ રાહત મેળવી શકે છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે માર્ચ 2021 સુધીમાં અમારા સંભવિત હોમ લોન ગ્રાહકોને વળતર આપવાનું અમને આનંદ છે.