ન્યૂઝ અપડેટ્સ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Bhupendra Patel and CR Patil will go to Delhi today
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે ગુજરાતમાં નવા સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થશે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ આજે જશે દિલ્હી
ભાજપની પ્રચંડ જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.

ADVERTISEMENT
પાટીલે RSS અગ્રણીઓ સાથે યોજી હતી બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ પહેલા ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે RSS અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. સી.આર પાટીલ RSSના હેડગેવર ભવનમાં પહોંચ્યા હતા.
ગુજરાતમાં 3.13 કરોડ લોકોએ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1.67 કરોડ મત મળ્યા છે. જોકે 1.67 કરોડ મત સાથે ભાજપનો વોટ શેર 52.50 ટકા થયો છે. આ તરફ સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ કોંગ્રેસ બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. જેને લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ