બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Bhupendra government's big decision to transfer trust immovable property, make this service mandatory online, these benefits will be

ગાંધીનગર ન્યૂઝ / ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદીલ કરવા ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ સેવા ફરજિયાત કરી ઓનલાઈન, થશે આ ફાયદાઓ

Vishal Khamar

Last Updated: 05:19 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ટ્રસ્ટની સ્થાવર મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે મેન્યુઅલી કાર્યવાહી કરવામાં આવતી હતી. જેની જગ્યાએ હવે ફરજિયાત ઓનલાઈન પોર્ટલ મારફતે જ કાર્યવાહી કરવા ચેરીટી કમિશ્નરને સૂચના આપવામાં આવી છે.

  • રાજ્ય સરકાર દ્વારા ટ્રસ્ટની મિલકત તબદિલ કરવા લેવાયો મહત્વનો નિર્ણય
  • આગામી સમયથી પોર્ટલ મારફતે કાર્યવાહિ કરવા આદેશ
  • પોર્ટલ મારફતે જ કાર્યવાહી કરવા ચેરીટી કમિશ્રનરને સૂચન

 રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી તેને હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે.


પહેલા ટ્રસ્ટની સ્થાવર મિલ્તકની તબદિલની કાર્યવાહિ મેન્યુઅલી કરાતી હતી
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમન કરવા અંગેની કામગીરી ચેરિટીતંત્ર કરે છે. અત્યાર સુધી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ની કલમ-૩૬ હેઠળ ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી મેન્યુઅલ કરવામાં આવતી હતી. આ કાર્યવાહીને લીધે તંદુરસ્ત સ્પર્ધાને અભાવે સિન્ડિકેટ થવાની, ઇજારાશાહી વધવાની તથા સ્પર્ધાત્મક ભાવ ન મળવાની શકયતાઓ રહેતી હતી. જેથી આ કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી અને પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે કલમ-૩૬ હેઠળની કાર્યવાહી કે જે હાલ મેન્યુઅલી ક૨વામાં આવતી હતી તેના બદલે આ કાર્યવાહી e-Auction Portal Application મારફતે ફરજીયાત હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે. 

પોર્ટલ મારફતે જ કાર્યવાહી કરવા ચેરીટી કમિશ્રનરે સૂચન
મંત્રીએ કહ્યું કે, આ અંગે કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરી e-Auction Portal Application મારફતે કાર્યવાહી હાથ ધરવા ઠરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, આ ઠરાવ અગાઉ કલમ-૩૬ હેઠળની આપેલી જાહેરાત કે જે અન્વયેની પ્રક્રિયા પૂર્ણ થયેલી નથી તેવી જુદી-જુદી કચેરીઓમાં કુલ-૨૫૭ અરજીઓ પેન્ડીંગ સ્થગિત કરી નવેસરથી e-Auction Portal Application મારફતે જ કાર્યવાહી હાથ ધરવા ચેરીટી કમિશનરને સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ