બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bhumi pednekar was fired from the job over a small matter with boss

બર્થડે સ્પેશ્યલ / નાનકડી વાતમાં નારાજ થઈને બોસે કહ્યું- યુ આર ફાયર્ડ, અને સ્ટાર બની ગઈ બોલિવૂડની આ અભિનેત્રી, વેટ લોસને લઈને પણ હતી ચર્ચામાં

Arohi

Last Updated: 02:26 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhumi Pednekar: 18 જુલાઈ 1989એ હરિયાણામાં જન્મેલી બોલિવુડની સુંદર એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો આજે 34માં જન્મદિવસ છે.

  • આજે છે ભૂમિ પેડનેકરનો જન્મદિવસ 
  • 18 જુલાઈ 1989માં થયો હતો જન્મ 
  • હરિયાણામાં થયો હતો એક્ટ્રેસનો જન્મ 

ભૂમિએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું સ્ટારડમ તૈયાર કર્યું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ છબી બનાવી. ભૂમિ એ કલાકારોમાંથી એક છે જેણે પોતાના દમ પર કરિયર બનાવ્યુ અને આગળ વધી. આજે એક્ટ્રેસના જન્મદિવસ પર આવો જાણીએ તેને પહેલી ફિલ્મ 'દમ લગા કે હઈશા' કેવી રીતે મળી. 

34 વર્ષની થઈ ચુકેલી ભૂમિ પેડનેકરે 8 વર્ષમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેમની સ્ટ્રગલ સ્ટોરી કદાચ જ કોઈને ખબર હશે. ભૂમિ આજ બોલિવુડની તમામ મોટી એક્ટ્રેસને ટક્કર આપે છે. તેમની સ્ટાઈલ અને ફેશનથી કોઈ અજાણ નથી. આટલું જ નહીં તેમની લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ લક્ઝરિસ છે. 

2015માં આવી હતી પહેલી ફિલ્મ 
જણાવી દઈએ કે 2015માં આવેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ 'ટોયલેટ એક પ્રેમ કથા' અને 'શુભ મંગલ સાવધાન', 'સોને કિ ચિડિયા', 'પતિ પત્ની ઓર વો', 'બાલા', 'સાંઢ કી આંખ', 'બધાઈ દો' અને 'રક્ષાબંધન' જેવી ફિલ્મો કરી ચુકી છે. 

સ્કૂલમાં કાઢી મુકવામાં આવી હતી ભૂમિને 
જણાવી દઈએ કે ઘણા ઓછા લોકો જાણે છે કે ભૂમિ જ્યારે એક્ટિંગ સ્કૂલમાં આભ્યાસ કરી રહી હતી તો તેને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી. કારણ કે તેના માતા-પિતાએ બેંકથી લોન લઈને તેને ભણાવી હતી. 

એવામાં ભૂમિ બેંકની લોન ભરવા માટે અભ્યાસની સાથે સાથે કામ પણ કરી રહી હતી. માટે સ્કૂલમાં તેની અટેન્ડેન્સ ઓછી થવા લાગી તો એક વખત તેને સ્કૂલમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી. 

લોન ભરવા કર્યું હતું કામ 
એક ઈન્ટરવ્યૂમાં ભૂમિએ જણાવ્યું હતું કે તે બેંકની લોન ભરવા માટે યશરાજ ફિલ્મમાં આસિસ્ટન્ટ ફિલ્મ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. જે સેલેરી મળતી તેનાથી તે પોતાનો ખર્ચ અને ફી ભરતી હતી. જોકે આજે સમય બદલાઈ ચુક્યો છે. 

તમામ અસુવિધાઓની વચ્ચે રહેતી ભૂમિએ પોતાને સુપરહિટ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ કરી દીધી છે. ભૂમિએ પોતાને સુપરહિટ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ કરી દીધી છે. ભૂમિએ આટલા ઓછા સમયમાં બોલિવુડના તમામ મોટા અભિનેતાઓની સાથે કામ કર્યું છે. 

આ રીતે મળી પહેલી ફિલ્મ 
ભૂમિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મ 'દમ લગા કે હઈશા' માટે જ્યારે તેનું સિલેક્શન થયું તે વાત પર કાસ્ટિંગ ડાયરેક્ટર શાનો શર્માએ ખૂબ જ ડ્રોમેટિક અંદાજમાં તેના પર રિએક્શન આપ્યું હતું. જેને જોતા તે ખૂબ જ ડરી ગઈ હતી. 

હકીકતે ફિલ્મમાં ભૂમિ અને શાનોની એક નાની વાત પર લડાઈ થઈ ગઈ હતી. અને તેમણે તરત પોતાનો ગુસ્સો બતાવતા કહ્યું, યુ આર ફાયર્ડ... હું ચોંકી ગઈ અને કહ્યું કેમ? તેમણે કહ્યું આજથી હું તારો ચહેરો નથી જોવા માંગતો કારણ કે તને 'દમ લગા કે હઈશા'ના લીડ રોલ માટે પસંદ કરી લેવામાં આવી છે. આ રીતે ભૂમીને પોતાની પહેલી ફિલ્મ મળી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ